સુંદર – સુલતાન લોખંડવાલા.
નવેમ્બર 29, 2006 at 9:04 પી એમ(pm) 2 comments
છે સપનું તમારું તમારાથી સુંદર
અને મૌન પાછું ઇશારાથી સુંદર
તમે કેમ મલકો છો તસવીર જોઇ
હતું કોણ એમાં અમારાથી સુંદર
અમે નાવ છૂટી મૂકી સાવ એથી
કે મઝધાર લાગે કિનારાથી સુંદર
અમે શીશ મૂકી રહ્યા જે ખભા પર
મળી હૂંફ ત્યાંથી સહારાથી સુંદર
તમે ધડકનોમાં વસાવ્યા અમોને
હતું મન તમારું ઉતારાથી સુંદર.
Entry filed under: કવિતા.
1.
shivshiva | ડિસેમ્બર 6, 2006 પર 3:44 પી એમ(pm)
જોજે પેલી તને મુંગો સમજી ભાગી ન જાય
2.
Amit pisavadiya | ડિસેમ્બર 6, 2006 પર 10:41 પી એમ(pm)
પોઇન્ટ ઇઝ નોટેડ… થેંક્સ… 🙂