એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે – મરીઝ.
નવેમ્બર 30, 2006 at 9:43 પી એમ(pm) 4 comments
[odeo=http://odeo.com/audio/3486483/view]
એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ;
આપી દે મદદ કિતું ન લાચાર બનાવે.
હમદર્દ બની જાય જરા સાથમાં આવે ;
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે !
શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઇ ?
જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
વાતોની કલા લ્યે કોઇ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.
રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે.
છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?
Entry filed under: ગઝલ.
1.
Urmi Saagar | નવેમ્બર 30, 2006 પર 11:12 પી એમ(pm)
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
મારો અતિ પ્રિય શેર…
2.
dipankar | ડિસેમ્બર 1, 2006 પર 5:08 પી એમ(pm)
એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ;
આપી દે મદદ કિતું ન લાચાર બનાવે.
how true and hard hitting.
dipankar.
3.
Kiritkumar G. Bhakta | ડિસેમ્બર 5, 2006 પર 3:27 એ એમ (am)
Amit,
sachu kaheje,aa sandesho kona maate chhe ?
4.
Mehul Shah | જૂન 9, 2008 પર 11:29 એ એમ (am)
Sambhlo..
http://prarthnamandir.wordpress.com/2007/02/21/evokoidildar/