હાલો ગલૂડાં રમાડવા જી રે ! – ઝવેરચંદ મેઘાણી.

ડિસેમ્બર 2, 2006 at 9:56 પી એમ(pm) 3 comments

કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં
         ચાર કાબરાં ને ચાર ભૂરિયાં રે
                  હાલો ગલૂડાં રમાડવા જી રે !

માડીને પેટ પડી ચસ ! ચસ ! ધાવે
         વેલે ચોંટ્યાં જેમ તૂરિયાં રે
                  હાલો ગલૂડાં રમાડવા જી રે !

માતાને માથડે ચડતાં ને ચાટતાં,
         જોગણનાં જાણે લટૂરિયાં રે
                  હાલો ગલૂડાં રમાડવા જી રે !

રાતાં માતાં ને રોમે રોમે સુંવાળા,
         હોય મીઠાં ગાલ-મસૂરિયાં રે
                  હાલો ગલૂડાં રમાડવા જી રે !

બાને વા’લાં છે જેમ વીરો ને બેની,
         કાળવીને વા’લાં કુરકુરિયાં જી રે
                  હાલો ગલૂડાં રમાડવા જી રે !

મોટાં થાશે ને મારી શેરી સાચવશે,
         જાગશે રાતે બ્હાદુરિયાં રે
                  હાલો ગલૂડાં રમાડવા જી રે !

ટીપુડો દીપુડો ડુંગરડે ઘૂમશે,
         ગોધેન ભેળા વોળાવિયા રે
                  હાલો ગલૂડાં રમાડવા જી રે !

મોતિયો ને માનિયો ઝોકે રોકાશે,
         વાછરુ ને પાડરુ ભળાવિયાં રે
                  હાલો ગલૂડાં રમાડવા જી રે !

ડાઘિયો દૂધિયો ખેતરમાં જાશે
         વાસુ રે’શે બે રખોલિયા રે
                  હાલો ગલૂડાં રમાડવા જી રે !

કાળિયો ને લાલિયો પાદર પસાયતા
         બાઉ ! બાઉ ! આલબેલ બોલિયા રે
                  હાલો ગલૂડાં રમાડવા જી રે !

ગોળ-ઘી-લોટના શીરા બનાવ્યા
         કાળવીનાં પેટડાં પૂરિયાં રે
                 હાલો ગલૂડાં રમાડવા જી રે !

પેટ ભરીને માડી બાળક ધવરાવે
         ધાવીને પોઢે ટીપૂડિયાં રે
                  હાલો ગલૂડાં રમાડવા જી રે !

Advertisements

Entry filed under: કવિતા.

નિયમ સાવ નોખા – મનોજ ખંડેરિયા. નાનો ~ મોટો – પ્રેમશંકર ન. ભટ્ટ.

3 ટિપ્પણીઓ Add your own

  • 1. Mrugesh shah  |  ડિસેમ્બર 2, 2006 પર 10:02 પી એમ(pm)

    ખૂબ જ સુંદર અને મજાનું આ પ્રખ્યાત કાવ્ય છે. બાળપણની યાદ કરાવી દે એવું. ધન્યવાદ અમિતભાઈ.

    જવાબ આપો
  • 2. vijayshah  |  ડિસેમ્બર 3, 2006 પર 8:49 પી એમ(pm)

    vah amit maza avi gayi

    જવાબ આપો
  • 3. shivshiva  |  ડિસેમ્બર 6, 2006 પર 3:42 પી એમ(pm)

    સ્કૂલમાં હતાં ત્યારે આ કવિતા શીખ્યાં હતા
    રીફ્રેશ થયું

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 221,797 અમીનજરું

દિવસવાર ટપાલ

ડિસેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: