નિયમ સાવ નોખા – મનોજ ખંડેરિયા.
ડિસેમ્બર 2, 2006 at 9:36 એ એમ (am) 2 comments
રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા
હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે
અહીંનાં જીવન જાણે બાકસનાં ખોખાં
લચ્યાં’તાં જે આંખે લીલા મોલ થઇને
હવે એ જ સપનાં છે સુક્કાં મલોખાં
તું તરસ્યાને આપે છે ચીતરેલાં સરવર
તને ટેવ છે તો કરે કોણ ધોખા
વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા
કે ક્યારેક જો થઇ જાય ચોખ્ખા.
Entry filed under: કવિતા.
1.
shivshiva | ડિસેમ્બર 6, 2006 પર 3:43 પી એમ(pm)
વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા
કે ક્યારેક જો થઇ જાય ચોખ્ખા.
સુંદર કલ્પના છે
2.
મનોજ ખંડેરિયા, Manoj Khanderia « ગુજરાતી સારસ્વત પરિચય | જાન્યુઆરી 18, 2007 પર 9:51 પી એમ(pm)
[…] # રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા અમારે ત… […]