નાનો ~ મોટો – પ્રેમશંકર ન. ભટ્ટ.
ડિસેમ્બર 3, 2006 at 10:31 પી એમ(pm) 4 comments
તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો –
એવો મૂરખ કરતા ગોટો.
ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.
નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?
મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો.
Entry filed under: કવિતા.
1.
nilam doshi | ડિસેમ્બર 4, 2006 પર 9:24 પી એમ(pm)
અતીતની ગલીઓમાં યાદો ને સથવારે ઘૂમવાની મજા આવી..આભાર
2.
shivshiva | ડિસેમ્બર 6, 2006 પર 3:39 પી એમ(pm)
મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો.
સુંદર શબ્દો છે.
3.
rajesh bhatt | ડિસેમ્બર 18, 2016 પર 11:22 પી એમ(pm)
bhai bhai
ghan divaso thi aa kavita shodhhi rahyo hato
4.
amitpisavadiya | જાન્યુઆરી 3, 2017 પર 9:25 પી એમ(pm)
Thank you for your kind words at amizaranu… amithttps://amitpisavadiya.wordpress.com