તું ઝરૂખેથી જરા ડોકાય છે – દિલેરબાબુ.
ડિસેમ્બર 5, 2006 at 9:26 પી એમ(pm) 5 comments
તું ઝરૂખેથી જરા ડોકાય છે,
વિશ્વ આખુ ચાંદનીમાં ન્હાય છે.
જે તરફ તારા મળે પગલાં મને ;
ત્યાં જવાનું મન વધારે થાય છે.
જે લખી’તી મે ગઝલ તારા વિશે,
આજ લાખો પ્રેમીઓ એ ગાય છે.
એક તારા રૂપની જોવા ઝલક ;
આયખું આખુ’ય વીતી જાય છે.
તું ઝરૂખેથી જરા ડોકાય છે,
વિશ્વ આખુ ચાંદનીમાં ન્હાય છે…
Entry filed under: ગઝલ.
1.
nilam doshi | ડિસેમ્બર 6, 2006 પર 8:06 એ એમ (am)
આ ઝરૂખે થી ડોકા કોણ કાઢે છે?તપાસ કરવી પડશે!!
2.
hemantpunekar | ડિસેમ્બર 6, 2006 પર 2:22 પી એમ(pm)
અમિત પર જો કૃપા એની થાય છે
નિલમ બહેન શીદને મૂંઝાય છે
વાદળની મરજી ભીંજવે જો અમિતને એ
બાકી તરસથી તો બધાજ પિડાય છે
હેમંત
3.
shivshiva | ડિસેમ્બર 6, 2006 પર 3:38 પી એમ(pm)
મુખડું જોયું કે નહીં??
4.
સુરેશ જાની | ડિસેમ્બર 7, 2006 પર 8:13 પી એમ(pm)
મ.ઉ. એ ગાઇ છે આ ગઝલ
5.
Koik Ajanabi | ડિસેમ્બર 30, 2006 પર 11:16 એ એમ (am)
સુચના:
(1) સ્પ્લેંડર ચલાવતી વખતે ઘ્યાન રાખજો
(2) બહુમાળી મકાનો થી દુર રહેવુ
(3) એક બાયનોક્યુલર / ટેલિસ્કોપ વસાવી લેવુ.
(4) જલ્દી થી એ “ડોકાનારી” નુ નામ જણાવો બાકીનુ ઘરવાળા કરી દેશે.
(5) આવી સરસ રચનાઓ આપતા રહેશો.
(6) આવા કામ માં મિત્રોની મદદ ના માંગવી.