Archive for ડિસેમ્બર 6, 2006

હૈયાના હેતને ન રોકશો – જ્યોત્સ્ના શુક્લ.

હૈયાના હેતને કદી ન કોઇ રોકશો,
રોકશો તો ઊલટાં ફસાશો, હો વહાલાં !
                 હૈયાના હેતને કદી ન કોઇ રોકશો.

મીઠી એ ભાવના ને આશભર્યા ઊભરા,
રોકશો તો ઊલટાં મૂંઝાશો, હો વહાલાં !

રોક્યા રોકાય નહિ, બાંધ્યા બંધાય નહિ,
ઢાંકશો તો ઊલટાં ભીંજાશો, હો વહાલાં !

કૂવાતળાવ ને સરોવરો ઉલેચશો ;
જલધિનાં નીર કેમ શોષશો ? હો વહાલાં !

ક્યાંથી આવ્યાં ને ક્યાં થોભશો, ન પૂછશો ;
સાગરનું મૂળ ક્યાં શોધશો ? હો વહાલાં !

ડિસેમ્બર 6, 2006 at 9:55 પી એમ(pm) 4 comments


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,986 અમીનજરું

દિવસવાર ટપાલ

ડિસેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031