લાકડું – અવિનાશ વ્યાસ.
ડિસેમ્બર 8, 2006 at 8:49 પી એમ(pm) 3 comments
આ આદિ અંતની સંતાકૂકડીમાં હું જેની સાથે આથડું
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.
માને ખોળે પડી આંખ ઊઘડી આંખો સામે જ ખડું,
પ્રથમ પગથિયે જાત ઝુલાવે ઘોડિયું તે લાકડું.
બાળપણામાં ભૂખનાં દુઃખે રડતું મનનું માકડું,
ત્યારે ધાવણીના રૂપમાં માડી મુખમાં મૂકે લાકડું.
પા પા પગલી ભરતાં ભરતાં ઘડી ચાલું ને ઘડી પડું,
કેમ ચાલવું જગમાં શીખવે ખેલણગાડી લાકડું.
કંકુ શ્રીફળ માણેકસ્તંભ માંડવો ચતુરપંખનું પાંદડું,
કહેશો ક્યારે કોની સાથે નથી સંકળાયું લાકડું.
ઓશિયાળા એંશી વરસે જ્યારે અંગ બને છે વાંકડું
ઘડપણનો સથવારો હાથે લાકડી એ લાકડું.
સંગ સૂનારી નારી અહીં રહી રડતી કેવળ રાંકડું,
સંગ સૂતું ચિતાની સાથે ભવભવનો સાથી લાકડું.
Entry filed under: કવિતા.
1.
Neela Kadakia | ડિસેમ્બર 10, 2006 પર 5:44 પી એમ(pm)
જનમ તેરા બતોંમેં બીત ગયો
2.
nilam doshi | ડિસેમ્બર 11, 2006 પર 8:19 એ એમ (am)
જનમ મે લક્ડી,મરણમે લકડી…દેખ તમાશા લકડી કા….
3.
Dilip Patel | ડિસેમ્બર 17, 2006 પર 2:54 એ એમ (am)
અમર સદા અવિનાશ- ગુજરાતી ગીતોની CD માં શ્યામલ મુનશીએ આ ગીત સરસ સૂર અને સંગીત સાથે ગાયું છે.