Archive for ડિસેમ્બર 10, 2006

ભણેલા માણસો – સુરેશ દલાલ.

ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?
નરી કોરી ચર્ચાઓ, અહમનાં તીખાંતમ મરચાંઓ
નહીં કોઇ વિચારણા, કેવળ પૂર્વગ્રહિત ધારણા
                                                  બંધ બારીબારણાં.

સરસ્વતીના આટલા બધા કાદવથી ખરડાયેલા ચરણ કેમ ?
ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?

વિદ્યાર્થીમાં ધન જુએ, સાધન જુએ, સાધનાનું નામ નહીં
ખુન્નસ, હુંસાતુંસી, ઝેરીલી-વેરીલી વૃત્તિ, ખાર, 
                                                 આપણું તો કામ નહીં.

લોકોનાં આટલી હદે થીજી ગયેલાં ઝરણ કેમ ?
ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?

રાજકારણનો ગંદવાડ, મવાલી મનનો મંદવાડ,
બધાં જ ઠૂંઠાઓ, નહીં કોઇ પ્હાડ, સરોવર કે ઝાડ.
સંસ્કારની વાતોનો તો વહી ગયો યુગ
માણસને માણસની આટલી બધી સૂગ !
ચારે બાજુ ટાંટિયાની ખેંચતાણ : 
                                                 વ્હેમનાં વમળ ને ક્યાંય પ્રેમ નહીં.

સાંદીપનિના આશ્રમમાં કેવળ ઉત્તર વિનાના પ્રશ્ન,
નહિં સાંદીપને, નહિં સુદામા, નહિં કૃષ્ણ.
કોઇ તો કહો કે આ બળબળતું રણ કેમ ?
ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?

ડિસેમ્બર 10, 2006 at 8:30 પી એમ(pm) 10 comments

પ્રેમ – રામનારાયણ પાઠક.

ન વિશ્વમાં સાન્ત્વન પ્રેમના સમું
ને પ્રેમની તો કરુણૈક કહાણી !
જે ના મળે કદીય તેહ જ શોધવાનું
દર્દો અસહ્ય ! અવધિ વિણ ઝૂરવાનું.

ડિસેમ્બર 10, 2006 at 12:35 એ એમ (am) 5 comments


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,986 અમીનજરું

દિવસવાર ટપાલ

ડિસેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031