અહમ્ – ઉર્વીશ વસાવડા.
ડિસેમ્બર 11, 2006 at 11:05 પી એમ(pm) 4 comments
જિંદગીનો ત્યાં સુધી અજવાસ છે
આયખામાં જ્યાં સુધી બસ શ્વાસ છે
વાત ખાલી હાથની કોને કરું
અહીં સિકંદરની હજારો લાશ છે
સૂર્ય ઝળહળ થાય છે મધરાતના
આપણું છે કે બીજું આકાશ છે ?
એ દગો દેશે નહીં ક્યારેય પણ
શબ્દ પર મારો અટલ વિશ્વાસ છે
મેં ઉતાર્યું છે અહમનું પોટલું
એટલે ખભા ઉપર હળવાશ છે.
Entry filed under: ગઝલ.
1.
vijayshah | ડિસેમ્બર 12, 2006 પર 2:32 એ એમ (am)
sundar!
2.
Urmi Saagar | ડિસેમ્બર 12, 2006 પર 8:34 એ એમ (am)
thodu ‘jom’ aapi jai evi sundar gazal chhe…
3.
hemantpunekar | ડિસેમ્બર 12, 2006 પર 10:22 એ એમ (am)
મેં ઉતાર્યું છે અહમનું પોટલું
એટલે ખભા ઉપર હળવાશ છે.
vaah!
4.
Neela Kadakia | ડિસેમ્બર 16, 2006 પર 7:10 પી એમ(pm)
અહમનું પોટલું ઉતાર્યું એ કહેવામાં જ અહમ વધી જાય છે.