સાહ્યબો મારો ગુલાબનો છોડ – રઘુનાથ બ્રહ્મભટ્ટ.
ડિસેમ્બર 12, 2006 at 9:39 પી એમ(pm) Leave a comment
( 13-12-1892 :: 11-07-1983 )
સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની
ઊડશું જીવનમાં જોડાજોડ,
પાંખો જેવી પતંગની.
આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી ;
કેસરને ક્યારડે કસ્તૂરી આ ભળી.
રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ,
મંજરી જેવી વસંતની.
સાહ્યબો સોહે કસુંબીનો રંગ,
ઓઢણી ઓઢી ઉમંગની.
Entry filed under: કવિતા.
Trackback this post | Subscribe to the comments via RSS Feed