પડી છે – ‘સાબિર’ વટવા.
ડિસેમ્બર 14, 2006 at 9:58 પી એમ(pm) 3 comments
લલાટરેખાઓને ઘસવી પડી છે,
ઘણી વેળાઓને હસવી પડી છે.
ચકાસી છે ઘણી ધીરજ ધરીને,
અનેક આશાઓને કસવી પડી છે.
ઘણી ઘટનાઓ જીરવી છે અચાનક,
કો અણગમતી રમત રમવી પડી છે.
મે ટૂંપી છે ખચિત મારા જ હાથે,
કંઇક ઇચ્છાઓને દમવી પડી છે.
હતી બક્ષિસ તમારી – ‘ઝિન્દગાની’,
ગમે તેવી તો જીરવવી પડી છે.
વદન પર સ્મિત રેલાવ્યું છે ત્યારે,
હ્રદયમાં આગ પણ ખમવી પડી છે.
Entry filed under: ગઝલ.
1.
Urmi Saagar | ડિસેમ્બર 15, 2006 પર 5:17 એ એમ (am)
nice gazal…
2.
shirji | ડિસેમ્બર 19, 2006 પર 2:07 એ એમ (am)
heart touchable words…
3.
shirji | ડિસેમ્બર 19, 2006 પર 2:10 એ એમ (am)
heart touchable words