હાઇકુ – પન્ના નાયક.
ડિસેમ્બર 16, 2006 at 10:01 એ એમ (am) 4 comments
મારે કાળજે
ઘૂંટ્યા કરતી, એની
યાદનું કેસર.
મારું જીવન
સરળ સીધી લીટી
તું પ્રશ્નાવલિ.
ફરકે ડાબી
આંખ સાવ ખોટી, તું
ક્યાં ફરકે છે ?
પીઠી ચોળાવી
બેઠાં છે ડેફોડિલ્સ
ઘાસમંડપે.
તારા પગલાં
જતાં જ, ઉજાગરો
થયો મે’માન.
Entry filed under: કવિતા.
1.
Koik Ajanabi | ડિસેમ્બર 16, 2006 પર 8:19 પી એમ(pm)
વોવ
તારા પગલાં
જતાં જ, ઉજાગરો
થયો મે’માન.
કંઈ કેટલા ઓ માટે સાચુ હશે.
2.
Nilesh Vyas | ડિસેમ્બર 18, 2006 પર 4:41 પી એમ(pm)
nice creation
3.
વિવેક | ડિસેમ્બર 21, 2006 પર 3:50 પી એમ(pm)
આંખનું ફરકવું અને પ્રિયજનનું ફરકવું – કેટલી સુંદર અર્થગલીઓ!
4.
N B LIMBAD | જાન્યુઆરી 31, 2018 પર 10:44 એ એમ (am)
હાઈકુ ખૂબ સરસ લાગ્યાં. હાઈકુની વિગતવાર માહિતી
આપશો જેથી કરીને નવા કવિઓને સરળતા રહે..