અરુણોદય – ન્હાનાલાલ.
ડિસેમ્બર 18, 2006 at 9:31 એ એમ (am) 3 comments
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે ;
ઊગે છે ઊષાનું રાજ ધીમે ધીમે ;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે…..
રજનીની ચૂંદડીના
છેડાના હીરલા શા,
ડૂબે છે તારલા આજ ધીમે ધીમે ;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે…..
પરમ પ્રકાશ ખીલે,
અરુણનાં અંગ ઝીલે ;
જાગે પ્રભુ વિશ્વમાં આજ ધીમે ધીમે…..
જાગે પ્રભુ જીવમાં આજ ધીમે ધીમે ;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે…..
Entry filed under: કવિતા.
1.
Gaurav Pitroda | ડિસેમ્બર 18, 2006 પર 4:00 પી એમ(pm)
Very cool. I became nostalgic when I read it again. I used to study in elementry standards. Keep the good works up.
Cheers,
Gaurav
2.
સુરેશ જાની | ડિસેમ્બર 18, 2006 પર 7:56 પી એમ(pm)
તેમના જીવન વિશે વાંચો –
http://sureshbjani.wordpress.com/2006/07/04/nhanalal/
3.
shivshiva | ડિસેમ્બર 22, 2006 પર 4:51 પી એમ(pm)
ખૂબ સરસ છે