ભ્રમણા – ડૉ. નીલેશ રાણા
ડિસેમ્બર 21, 2006 at 11:04 પી એમ(pm) 3 comments
વૃક્ષોની ડાળી કે ઘરની ફૂલદાની
ફૂલોનું કરમાવું એક.
નજરું ભલે હોય તારે કે મારી
આંખોનું ભરમાવું એક.
ધુમ્મસિયા સૂરજના થીજેલા અજવાળે
ઝરણાં વહે બની ભ્રમણા,
હાથમાં હાથ ભલે ઓગળતા હોય
તોય નંદવાયાં રૂપાળાં સમણાં.
પાંપણમાં આંસુ રોક્યાં રોકાય નહીં
ટપકે છે એક પછી એક.
હથેળીમાં અંકાતી વંકાતી રેખાઓ
મારે હાંસિયામાં જીવવાનું કેમ ?
ઇશ્વરની આંગળીઓ પીંછીએ થાય
તોય રંગો ના કેમ હેમખેમ ?
વલોવ્યા છો ભીતરમાં ઓળખના મેરુ
થાય ના પાણી-પ્રતિબિંબ કદી એક.
Entry filed under: કવિતા.
1.
shivshiva | ડિસેમ્બર 22, 2006 પર 4:53 પી એમ(pm)
હથેળીમાં અંકાતી વંકાતી રેખાઓ
મારે હાંસિયામાં જીવવાનું કેમ ?
ઉપલેટામાં વંકાતી ભાત પાડને ભાઈ
2.
વિવેક | ડિસેમ્બર 22, 2006 પર 6:08 પી એમ(pm)
સરસ મજાના શબ્દો લઈને છેક હૃદયને નજીકથી સ્પર્શી જતું મજાનું ગીત…
નજરું ભલે હોય તારે કે મારી
આંખોનું ભરમાવું એક.
-ગમી જાય એવી વાત..
3.
સુરેશ જાની | ડિસેમ્બર 22, 2006 પર 8:28 પી એમ(pm)
આ તો અંતરની વણી ની જ વાત થ ઇ. બહુ જ સરસ.