એક છોકરો + એક છોકરી + કંઇક બીજું ? – રમેશ પારેખ.
ડિસેમ્બર 24, 2006 at 11:21 પી એમ(pm) 5 comments
એક છોકરાએ સિટ્ટિનો હિંચકો બનાવી એક છોકરીને કીધું : ‘લે ઝૂલ’
છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને
સોનેરી ચોકલેટ કાઢી રે
છોકરીની આંખમાંથી સસલીનાં ટોળાએ
ફેંકી કૈં ચિઠીઓ અષાઢી રે
સીધી લીટીનો સાવ છોકરો ને પલળ્યો તો બની ગયો બેત્રણ વર્તુલ
છોકરીને શું ? એ તો ઝૂલી,
તે પછી એને ઘેર જતાં થયું સ્હેજ મોડું રે
જે કાંઇ થયું એ તો છોકરાને થયું
એના સાનભાન ચરી ગયું ઘોડું રે
બાપાની પેઢીએ બેસી તે ચોપડામાં રોજરોજ ચીતરતો ફૂલ.
Entry filed under: કવિતા.
1.
Jayshree | ડિસેમ્બર 26, 2006 પર 7:59 પી એમ(pm)
વાહ…!!
સરસ….
2.
Himanshu Zaveri | જાન્યુઆરી 3, 2007 પર 11:12 એ એમ (am)
it’s really nice written. thank you for posting
3.
UrmiSaagar | જાન્યુઆરી 13, 2007 પર 9:29 પી એમ(pm)
અમિત, પહેલી લીટીમાં ‘એક છોકરો’ ની જગ્યા એ ‘એક છોકરાએ’ આવે…
4.
Amit pisavadiya | જાન્યુઆરી 15, 2007 પર 2:19 પી એમ(pm)
ઉપરોક્ત કાવ્યમાંની ક્ષતિ તરફ ધ્યાન દોરવા બદલ આભાર ઊર્મિબહેન…
5.
Gunjan Gandhi | જાન્યુઆરી 16, 2007 પર 12:23 એ એમ (am)
દોસ્ત અમિત, just હમણાં જ મેં આ ગીત મારા હમણાં જ શરુ કરેલા blogમાં મૂક્યુ..જો લખતા પહેલા બીજા બ્લોગ જોયા હોત તો કદાચ આ repeatation ટાળી શકાયું હોત…પણ ‘નોપ્રોબ્લેમ’….. ગીત જ એટલું સુંદર છે કે સાહિત્ય રસિકોનું appreciation મળશે જ.પછી એ કોઇ પણ બ્લોગ કેમ ન હોય?..
Regards,
Gunjan Gandhi