ઉતાવળ – મરીઝ. Mariz.
ડિસેમ્બર 26, 2006 at 11:12 પી એમ(pm) 4 comments
અબ્બાસ અબ્દુલઅલી વાસી.
એ રીતથી છવાઇ ગયા છે ખયાલમાં ;
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.
તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.
સારું છે એની સાથે કશી ગુફતગુ નથી,
નહિતર હું કંઇક ભૂલ કરત બોલચાલમાં.
લય પણ જરૂર હોય છે, મારી ગતિની સાથ,
હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.
એ ‘ના’ કહી સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઇતી’તી ઉતાવળ સવાલમાં.
Entry filed under: ગઝલ.
1.
Jayshree | ડિસેમ્બર 27, 2006 પર 7:06 એ એમ (am)
વાહ અમિત,,, આખે આખી ગઝલ ખૂબ જ ગમી,,,, છુટાછવાયા એના 3-4 શેર વાંચ્યા હોય એવું યાદ છે…. કદાચ આખી ગઝલ પણ વાંચી હોય… પણ આવી સુંદર ગઝલો… જેટલી વાર વાંચો એટલી વાર મજા કરાવી જાય છે…!!
2.
Gaurav Pitroda | જાન્યુઆરી 2, 2007 પર 3:57 પી એમ(pm)
Hi Amit,
Really nice, perticulary last line
એ ‘ના’ કહી સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઇતી’તી ઉતાવળ સવાલમાં.
-Gaurav
3.
sohel momin | ઓગસ્ટ 22, 2007 પર 1:47 પી એમ(pm)
teri ankhon me jale khawab me sharminda hu,
4.
sohel momin | ઓગસ્ટ 22, 2007 પર 1:47 પી એમ(pm)
mit gaya wasla ke sab bad bhi me zinda hu