કાનુડા તારા મનમાં નથી.
ડિસેમ્બર 28, 2006 at 11:26 પી એમ(pm) 5 comments
સ્વર : દિવાળીબેન.
[odeo=http://odeo.com/audio/4626323/view]
હું તો કાગળિયાં લખી લખી થાકી,
કાનુડા તારા મનમાં નથી.
આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા,
મારા કાળજડાં ઠરી ઠરી જાય રે,
પાતળીયા તારા મનમાં નથી….. હું તો…..
આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા,
મારા પાવનિયાં બળી બળી જાય રે,
છોગાળા તારા મનમાં નથી….. હું તો…..
આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા,
મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે,
કાનુડા તારા મનમાં નથી.
હું તો કાગળિયાં લખી લખી થાકી,
કાનુડા તારા મનમાં નથી.
Entry filed under: રાસ-ગરબા, લોકગીત - દુહા.
1.
Jayshree | ડિસેમ્બર 29, 2006 પર 10:16 એ એમ (am)
અરે વાહ અમિત….
ઘણા વખતે આ ગીત સાંભળ્યું,….
બાળપણમાં બીજા ગુજરાતી ગીતોની સાથે સાથે આ પણ ઘણું સાંભળ્યું હતુ….
પણ આજે વર્ષો પછી પાછું દિવાળીબેનના અવાજમાં મળ્યું…
Thanks Buddy…!!
2.
સુરેશ જાની | ડિસેમ્બર 29, 2006 પર 7:24 પી એમ(pm)
સરસ ગીત . લેખક કોણ ?
3.
shivshiva | જાન્યુઆરી 1, 2007 પર 1:24 પી એમ(pm)
HEARD THIS SONG SO MANY TIMES
કળજડાની જગ્યાએ કાળજડા વધુ સારુ લાગશે.
4.
Amit pisavadiya | જાન્યુઆરી 1, 2007 પર 5:40 પી એમ(pm)
આન્ટી,
ઉપરોક્ત ગીતમાં શબ્દદોષ તરફ ધ્યાન દોરવા બદલ આભાર…
5.
pushpa | જાન્યુઆરી 3, 2007 પર 2:14 એ એમ (am)
hi dear
still there is one tanza in this geet-as follow
Ava virahna bar bar mahina chalya
mari dhiraj to khuti khuti jay re—–kanuda