મનોજ ખંડેરિયા, Manoj Khanderia.
ડિસેમ્બર 29, 2006 at 11:33 પી એમ(pm) 8 comments
(1) મારો અભાવ…
લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશ
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઇશ.
ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા
આપી મહક પતંગિયાંને હું ખરી જઇશ.
આખું ય વન મહેકતું રહેશે પછી સદા
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઇશ.
હું તો છું પીછું કાળના પંખીની પાંખનું
સ્પર્શું છું આજ આભને, કાલે ખરી જઇશ.
મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.
***
(2) જેવું લાગે છે…
વૃક્ષ ઊભું યાદ જેવું લાગે છે
કોઇ લીલા સાદ જેવું લાગે છે.
કેમ ફૂલો ભરવસંતે આથમતાં ?
બાગમાં વિખવાદ જેવું લાગે છે.
સાવ ઓચિંતા ફૂટ્યાં તૃણો બેહદ,
માટીમાં ઉન્માદ જેવું લાગે છે.
આમ તો ખાલીપણું રડ્યા કરતું,
જે નગારે નાદ જેવું લાગે છે.
ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોની
ક્યાંક બહુ વરસાદ જેવું લાગે છે.
Entry filed under: ગઝલ.
1.
Jayshree | ડિસેમ્બર 30, 2006 પર 5:05 એ એમ (am)
મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.
વાહ્ અમિત…. your selection is just too good…!!!
2.
વિવેક | જાન્યુઆરી 2, 2007 પર 6:41 પી એમ(pm)
બંને ગઝલો સુંદર છે… મનોજભાઈનો અભાવ સદૈવ લાગવાનો અને એમનો અવાજ સદા મોરની માફક આપણી ભાષાના જંગલોમાં વિહરતો રહેવાનો…
3.
vijayshah | જાન્યુઆરી 3, 2007 પર 8:08 પી એમ(pm)
બંને ગઝલો સુંદર છે
your selection is just too good…!!!
4.
naimish | મે 29, 2007 પર 3:32 પી એમ(pm)
respected sir,
i m from junagdh and big fan of shri.manoj khanderia..so kindely please send me this poem and words are” પકડો કલમને કોઇ પળે, ને હાથ આખેઆખો બળે, એમ પણ બને.”
your faith fully
Naimish
5.
cas | જાન્યુઆરી 20, 2008 પર 3:15 પી એમ(pm)
saras
6.
મનોજ ખંડેરિયા, Manoj Khanderia « ગુજરાતી પ્રતિભા પરિચય | જૂન 12, 2011 પર 12:07 પી એમ(pm)
[…] : – 1 – : – 2 – : – 3 – : – 4 – : – 5 – : – 6- […]
7.
Akshay doshi | નવેમ્બર 22, 2012 પર 9:25 પી એમ(pm)
હાઇકુ : તારી યાદોની
ધૂપસળી સળગે
મારી કબરે……
8.
પરેશ | જૂન 21, 2019 પર 7:06 પી એમ(pm)
સરસ