તો જાણું ! – સુરેશ દલાલ. Suresh Dalal.
ડિસેમ્બર 30, 2006 at 11:23 પી એમ(pm) 5 comments
મારી ગાગર ઉતારો તો જાણું
કે રાજ, તમે ઊંચક્યો ’તો પ્હાડને !
હું તો ઘરે ઘરે જઇને વખાણું
કે રાજ, તમે ઊંચક્યો ’તો પ્હાડને !
આખો દી વાંસળીને હાથમાં રમાડો કહાન !
એમાં શા હોય ઝાઝા વેતા ?
કાંટાળી કેડી પર ગાગર લઇને અમે
આવતાં, જતાં ને સ્મિત દેતાં.
હું તો વ્હેતી જમુનાને અહીં આણું :
મારી ગાગર ઉતારો તો જાણું,
કે રાજ, તમે ઊંચક્યો ’તો પ્હાડને !
ડચકારા દઇને દઇને ગાયો ચરાવવી
ને છાંય મહીં ખાઇ લેવો પોરો.
ચપટીમાં આવું તો કામ કરી નાખે
અહીં નાનકડો ગોકુળનો છોરો.
ફરી ફરી નહીં આવે ટાણું :
મારી ગાગર ઉતારો તો જાણું,
કે રાજ, તમે ઊંચક્યો ’તો પ્હાડને !
Entry filed under: કવિતા.
1.
Harish Dave | ડિસેમ્બર 31, 2006 પર 9:02 એ એમ (am)
A classic song, by all means!
Harish Dave Ahmedabad
2.
bansinaad | ડિસેમ્બર 31, 2006 પર 11:58 એ એમ (am)
અમિતભાઇ,
આ મારું ખુબ ગમતાં ગીતોમાંનું એક છે. સાંભળવાની ખુબ ઇચ્છા છે.
શબ્દો વાંચીને એમ કલ્પના કરી કે જાણે બંસરી વગાડી ને કાનો એમ કહેતો ન હોય કે આ બંસીનાદ ના સ્વર જ મદમસ્ત બનેલી ગોપીઓની ગાગર ઉતરાવશે.
જય
3.
shivshiva | ડિસેમ્બર 31, 2006 પર 3:50 પી એમ(pm)
હંસા દવે ગાયેલું આ ગીત મારી પાસે છે.
4.
સુરેશ જાની | ડિસેમ્બર 31, 2006 પર 7:07 પી એમ(pm)
મારું પણ બહુ જ ગમતીલું ગીત
5.
manvant | ડિસેમ્બર 31, 2006 પર 9:36 પી એમ(pm)
aa geet kone naa game ?
aabhaar Amitbhai……manvani132@yahoo.com