નૂતન વર્ષ – સૌપ્રિય સોલંકી ‘શૈલ’.
ડિસેમ્બર 31, 2006 at 9:52 પી એમ(pm) 19 comments
કરમાઇ ગઇ એક કળી કાલ, ખીલી ઊઠી નવીન કળી આજ,
ફોરમ તેની ફેલાય ચારેપાસ, મનુષ્ય હ્રદય હરખાય આજ ;
ઊગ્યો સૂર્ય આજ ભારે, કરે છે ચારેપાસ ઝગમગાટ,
પ્રસરાવે છે નવીન ચેતન, આ વ્હાલી સકળ સૃષ્ટિ સાટ.
શીત્તળ આ અનિલ ફૂંકાય, કરતો જોરે આજ તો વાય.
ખીલેલી નવીન કળી પર, સ્પર્શ કરે આજ તે સાય ;
વધાવવા આ નૂતન સાલ, કરે માનવ ઊઘાડા આત્માના દ્વાર,
સુખદ આશિષ દે તું, આજે ઓ સૃષ્ટિના સર્જનહાર.
પાણીના ઝરણ આજે તો, જાયે વધી આજે વ્હેણ,
કરે આજે બધાને અભિનંદન, એ જ તેનું એક કહેણ ;
ગત વરસોનાં કડવાં દુઃખો, જાય ભૂલી આ માનવ,
વધાવે આ નવીન વરસ, પ્રેમ હ્રદયી આ માનવ.
સર્જનહાર અમારા વ્હાલા, આધિવ્યાધિ સર્વ નિવારી,
ગયું વરસ જૂનું તો આજ, નવુ વરસ આજ સ્વીકારી.
Entry filed under: કવિતા.
1.
Ambrish Solanki | ડિસેમ્બર 31, 2006 પર 10:26 પી એમ(pm)
Dear Saupriya,
Happy New Year. You are a great poet. Really, you have done a great job for our Gujarati Literature. I am really very proud of you.
Thank you very much and I hope that you can get success and success….
From,
Dhruvil
2.
Nikhil Patel | ડિસેમ્બર 31, 2006 પર 10:27 પી એમ(pm)
Dear Saupriya,
Really it’s a good poem and I have enjoyed a lot. Keep going mate.
Nikhil Patel
3.
Jayshree | જાન્યુઆરી 1, 2007 પર 8:23 એ એમ (am)
Happy New Year… to Amit, Saupriya.. and all the Readers…
– Jayshree
http://tahuko.com/
4.
Dhruvil Patel | જાન્યુઆરી 1, 2007 પર 12:55 પી એમ(pm)
Hello Saupriyabhai,
Excellent poem… Please write more… Enjoy New Year.
From,
Dhruvil,
V V Nagar
5.
Dr R K Patel | જાન્યુઆરી 1, 2007 પર 12:58 પી એમ(pm)
Dear Saupriya,
Bahu j sundar pantio ma rachayelu aapnu kavya joy ne dil ne aaj aevu thay che k kher darek yuvak ma juvani no thanganat hoy che pan kavy no thanganat nathi hoto.. aagal ne aagal vadho saupriyabhai ae j mara aashish.
6.
ketan kck | જાન્યુઆરી 1, 2007 પર 1:03 પી એમ(pm)
THIS IS A GOOD POEM………………………………….
MAY GOD BLESS TO U WRITE MORE POEM ON NEXT YEAR ALSO
7.
shivshiva | જાન્યુઆરી 1, 2007 પર 1:21 પી એમ(pm)
HAPPY NEW YEAR
AMIT
SAUPRIYABHAI AND ALL READERS
8.
Amit pisavadiya | જાન્યુઆરી 1, 2007 પર 5:37 પી એમ(pm)
વ્હાલા મિત્રો…
2007 ની હાર્દિક શુભેચ્છાઓ…
સર્વે નુ નૂતન વર્ષ મંગલમય રહે એવી પ્રભુ પ્રાર્થના…
અમિત પિસાવાડિયા…
9.
vijayshah | જાન્યુઆરી 1, 2007 પર 7:54 પી એમ(pm)
Amitbhai /saupriyabhai
tamaarI kruti sundar ane samyochit chhe tamane banene nava varshnI mubarako
bhai saupriynI kruti http://www.gujaratisahityasarita.wordpress.com upar pan lidhi chhe
Vijay Shah
Houston TX
http://www.vijayshah.wordpress.com
http://www.gujaratisahityasarita.com
10.
manvant | જાન્યુઆરી 1, 2007 પર 8:33 પી એમ(pm)
MY beST wiSHeS TO ALL FOR A HAppY New YeAr
manivani132@yahoo.com
11.
Viral Vaishnav | જાન્યુઆરી 1, 2007 પર 10:14 પી એમ(pm)
Wishing u very happy n prosperous new year.
12.
kaushik | જાન્યુઆરી 2, 2007 પર 8:39 પી એમ(pm)
Hi Saupriya..Keep it Up…u r doing well to increse Gujarati language…good going on
13.
Sudhir Rathod | જાન્યુઆરી 3, 2007 પર 9:59 એ એમ (am)
Saupriya,
Good one friend. Hope you can get the right place in Gujarati Literature.
Sudhir
14.
Sunil Patel | જાન્યુઆરી 3, 2007 પર 10:07 એ એમ (am)
Saupriya,
This one is very good poem. It’s a very nice ideas which are you have drawn in it. Keep going
15.
shishir zaveri | જાન્યુઆરી 4, 2007 પર 4:31 પી એમ(pm)
Hey, supriya and all happy new year. keep it up buddy.
shishir.
16.
hemantpunekar | જાન્યુઆરી 4, 2007 પર 6:45 પી એમ(pm)
સૌપ્રિયભાઇ, થોડીક ટીકા લખુ છુ તમારી કૃતિ વિશે. આશા છે કે તમે એને વિધાયક દ્રષ્ટીકોણ અને ખેલદિલીથી સ્વીકારશો.
૧) આખી કૃતિમાં “કડી” ને બદલે “કળી” શબ્દ હોવો જોઇએ એવું મારુ અનુમાન છે.
૨) આ કૃતિ કવિતા (poem) નહીં પણ ગીત (song) તરીકે ઓળખાય તો વધુ યોગ્ય છે. કવિતામાં એક વજન હોવું જોઇએ પણ ગીત કોઇ પણ ગદ્ય વાત ને ગેયતા આપીને રચી શકાય છે.
ઉદાહરણ તરીકે,
વિવેકભાઇ ની આ વાતમાં કાવ્ય છેઃ
કરચલી પથારીની રાત આખી જાગી,
કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી…..(http://vmtailor.com/archives/101)
પણ રમેશ પારેખ ની આ વાત એક ગીત છેઃ
ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારુ પહેલા વરસાદ સમુ આવવું …. આ ગીત છે.
૩) કાવ્યસૂર ઉપરના ગઝલશાસ્ત્રને લગતા બધા લેખ વાંચવાનુ સૂચન તમને કરીશ(http://kaavyasoor.wordpress.com/grammar/). ખાસ કરીને એમાં વિવેકભાઇ એ ગઝલ અંગે એક સરસ લેખ લખ્યો છે. (http://kaavyasoor.wordpress.com/2006/07/26/gazal_pind/) હું સમજી શકુ છું ત્યા લગી ગઝલ ને લગતા મોટા ભાગના મુદ્દા કાવ્ય માટે પણ છે. તમને એ વાંચવાથી ખરેખર ફાયદો થશે.
૪)કવિ શ્રી સુંદરમે કવિતાનો જન્મ કેવી રીતે થાય છે એના વિશે આપેલુ આ વક્તવ્ય પણ તમને મદદરૂપ બનશે. (http://bazmewafa.blogspot.com/2006/12/blog-post_20.html#links)
હેમંત પુણેકર
17.
Amit pisavadiya | જાન્યુઆરી 4, 2007 પર 11:02 પી એમ(pm)
હેમંતભાઇ
ક્ષતિ તરફ ધ્યાન દોરવા માટે આભાર…
અહી ગીત અને કવિતા એક જ વિભાગ “કવિતા” હેઠળ મુક્યા છે…
અહીં અન્ય માહિતિથી વાચકમિત્રો ને માહિતગાર કરાવવા માટે આભાર…
18.
ashalata | જાન્યુઆરી 5, 2007 પર 9:22 પી એમ(pm)
Nice one
19.
RITESH | જાન્યુઆરી 11, 2007 પર 1:35 પી એમ(pm)
congrates for the writting this type of nice poem.
enjoy ur life.