હિના – બાલમુકુન્દ દવે. Balmukund Dave.

જાન્યુઆરી 1, 2007 at 9:53 પી એમ(pm) 3 comments

ચિત્ર :  શશીકાન્ત મહેતા.

પે’લવે’લી તને જોઇ મેં જ્યારે
આંખડી આંખમાં પ્રોઇને ત્યારે,
અલકલટેથી ખાઇ હિંડોળો
નેન જડ્યાં પગને પગથારે !

એમ તો તારાં નેણ બિલોરી
વેણથી યે વધુ બોલકાં, ગોરી !
લોપતી તારા લાખ મલાજા
કંચવાની ઓલી રેશમી દોરી !

સુન્દરી ! તારી દેહની દેરીએ
રોમરોમે જલે રૂપના દીવા ;
તો ય ઢળ્યાં જઇ લોચન પાનીએ
રૂપશમાની રોશની પીવા !

એવી દીઠી તારી પાનીએ હિના :
એ જ કાશી, મારું એ જ મદીના !

 
# કવિ પરિચય.

Entry filed under: કવિતા.

નૂતન વર્ષ – સૌપ્રિય સોલંકી ‘શૈલ’. ના તને ખબર પડી, ના મને ખબર પડી – તુષાર શુક્લ.

3 ટિપ્પણીઓ Add your own

  • 1. Jayshree  |  જાન્યુઆરી 1, 2007 પર 10:34 પી એમ(pm)

    Excellent combination of Poem and Picture…!!

    જવાબ આપો
  • 2. Neela Kadakia  |  જાન્યુઆરી 2, 2007 પર 2:30 પી એમ(pm)

    આપકે પાઁવ જઁમી પે મત રખ્ખો
    મૈલે હો જાયેંગે

    જવાબ આપો
  • 3. વિવેક  |  જાન્યુઆરી 2, 2007 પર 6:43 પી એમ(pm)

    અલકલટ, પગથારે,
    કંચવા, બિલોરી, મલાજા…. ગુજરાતી નારીના સૌંદર્યને વાચા આપતી આ ભાષા જ જાણે આજે વિસરાય ગઈ છે… સુંદર ભાવકાવ્ય…

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,346 અમીનજરું

દિવસવાર ટપાલ

જાન્યુઆરી 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: