Archive for જાન્યુઆરી 3, 2007

કૂવાને કાંઠડે – નિરજંન ભગત. Niranjan Bhagat.

દીઠી કૂવાને કાંઠડે,
                         રે એને કૂવાને કાંઠડે દીઠી !

ઓઢી આછેરી ઓઢણી રાતી,
                        એની કાંચળીમાં કાયા ન માતી ;

કોણ જાણે કોનીયે લગનીમાં લાવણી ગાતી ! 
                        કોઈ કેસરિયા છેલના છોગાને સમણે, 
                        ચડતી જુવાની જાણે રંગતમાં રમણે ;
                        મેંદીની મ્હેક શી મીઠી, 
                        રે એને કૂવાને કાંઠડે દીઠી ! 

                       
                        કીકીએ કામણનું કાજળ આંજી,
                        એની પાંપણ ઢળે છે લાજી લાજી ;
એના મુખની મરકથી પૂનમની રાત થાય રાજી !
                        તાકી તાકીને જુએ કાળ જાણે કહાનજી,
                        રાધા શી એને રંગભીને તે વાન જી.
                                      ચોળી ચંદનની પીઠી ; 
                                       રે એને કૂવાને કાંઠડે દીઠી !

#  કવિ પરિચય. 

Advertisements

જાન્યુઆરી 3, 2007 at 8:41 પી એમ(pm) 5 comments


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 239,395 અમીનજરું

દિવસવાર ટપાલ

જાન્યુઆરી 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
1234567
891011121314
15161718192021
22232425262728
293031