Archive for જાન્યુઆરી 4, 2007

સમજણ તે આપણા બેની – ચંદ્રકાન્ત શેઠ.

તારી તે હોડી ને મારાં હલેસાં છે,
                  દરિયો તે આપણા બેનો ;

તારી તે ગાડી ને મારા છે ઘોડલા,
                  રસ્તો તે આપણા બેનો ;

તારા બળદ ને મારાં હળલાકડાં,
                  ખેતર તે આપણા બેનું ;

તારો તે ચાંદલો ને મારો સૂરજ છે,
                  આખું નભ આપણા બેનું.

તારી તે વાટ અને મારું છે તેલ મહીં,
                  જ્યોતિ તે આપણા બેની ;

તારું છે ફૂલ અને મારું પતંગિયું,
                  મધુરપ તે આપણા બેની.

#  કવિ પરિચય.

જાન્યુઆરી 4, 2007 at 10:17 પી એમ(pm) 10 comments


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,986 અમીનજરું

દિવસવાર ટપાલ

જાન્યુઆરી 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031