કોને ખબર – રમેશ પારેખ. Ramesh Parekh.

જાન્યુઆરી 5, 2007 at 10:17 પી એમ(pm) 2 comments

 
પાંદડું કેવી રીતે પીળું થયું, કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું, કોને ખબર ?

શહેર પર ખાંગી થઇ વરસી પડી આખી વસંત
એક જણ નખશિખ ઉજ્જડ રહી ગયું, કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ ?
અને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત
ને સવારે આંખમાંથી શું વહ્યું, કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?

મેં અરીસાને અમસ્થો ઉપલક જોયો, રમેશ
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?

#  કવિ પરિચય.

Advertisements

Entry filed under: કવિતા.

સમજણ તે આપણા બેની – ચંદ્રકાન્ત શેઠ. કોઇ લાખ કરે ચતુરાઇ – પ્રદીપજી.

2 ટિપ્પણીઓ Add your own

  • 1. સુરેશ જાની  |  જાન્યુઆરી 7, 2007 પર 9:12 એ એમ (am)

    મેં અરીસાને અમસ્થો ઉપલક જોયો, રમેશ
    કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?

    વાહ ! શું સુંદર આત્મનિરીક્ષણ !

    જવાબ આપો
  • 2. shivshiva  |  જાન્યુઆરી 8, 2007 પર 10:55 પી એમ(pm)

    ખૂબ સુંદર કાવ્ય છે

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 215,454 અમીનજરું

દિવસવાર ટપાલ

જાન્યુઆરી 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: