સતત ઝંખ્યા કરે છે – બરકત વિરાણી ‘બેફામ’.
જાન્યુઆરી 7, 2007 at 10:11 પી એમ(pm) 4 comments
સતત ઝંખ્યા કરે છે રાતદિન મારું હ્રદય તમને,
થશે તમને ય આવું, થઇ જશે જ્યારે પ્રણય તમને.
હું તમને સાથ દેવા એટલા માટે જ આવ્યો છું,
કદી લાગે ન મારી જેમ એકલતાનો ભય તમને.
મહોબ્બતમાં મને મારો જ આ સદગુણ નથી ગમતો,
કશું કહેવા નથી દેતો કદી મારો વિનય તમને.
મને એથી જ કંઇએ દુઃખ નથી મારા પરાજયનું,
ખુદાની પાસે મેં માગ્યું હતું આપે વિજય તમને.
જગતમાંથી હવે હું જાઉં છું સર્વસ્વ છોડીને,
તમે આવો તો સોંપી જાઉં હું મારું હ્રદય તમને.
જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી,
મળ્યો કેવી રીતે બેફામ મરવાનો સમય તમને ?
Entry filed under: ગઝલ.
1.
shivshiva | જાન્યુઆરી 8, 2007 પર 10:59 પી એમ(pm)
કોઈ ગોતી દેજો રે અમીતભાઈ કોઈ છોકરી નહી તો દિલ જલતા હૈ તો જલને દો
2.
UrmiSaagar | જાન્યુઆરી 9, 2007 પર 6:16 એ એમ (am)
સતત ઝંખ્યા કરે છે રાતદિન મારું હ્રદય તમને,
થશે તમને ય આવું, થઇ જશે જ્યારે પ્રણય તમને.
અમિત, મને પણ અહીં સુધી હવે ઢોલ સંભળાવા માંડ્યા છે હોં !
🙂
3.
hemantpunekar | જાન્યુઆરી 9, 2007 પર 11:37 એ એમ (am)
saras ghazal. aa vaat maa bahu vajan Che, maarifat Che.
4.
RITESH | જાન્યુઆરી 11, 2007 પર 1:42 પી એમ(pm)
i have no words 4 it
excellent