Archive for જાન્યુઆરી 9, 2007

વર્ષો પછી – પન્ના નાયક. Panna naik.

કેટકેટલાં વર્ષો પછી
મારે બારણે તારો પત્ર…..
દ્વાર ટકોર્યું
પત્ર લીધો
               ખોલ્યો

અક્ષરો ઝંઝા થઇને ઊમટ્યા
ઊકલી નહીં એ લિપિ
ઝાંખી શાહી
– વહ્યા સમયની વાણી વહી રહી ચૂપચાપ

કેટકેટલાં વર્ષો પછી
આંખ ઉકેલે આંસુ.

જાન્યુઆરી 9, 2007 at 9:39 એ એમ (am) 1 comment


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,986 અમીનજરું

દિવસવાર ટપાલ

જાન્યુઆરી 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031