વર્ષો પછી – પન્ના નાયક. Panna naik.
જાન્યુઆરી 9, 2007 at 9:39 એ એમ (am) 1 comment
કેટકેટલાં વર્ષો પછી
મારે બારણે તારો પત્ર…..
દ્વાર ટકોર્યું
પત્ર લીધો
ખોલ્યો
અક્ષરો ઝંઝા થઇને ઊમટ્યા
ઊકલી નહીં એ લિપિ
ઝાંખી શાહી
– વહ્યા સમયની વાણી વહી રહી ચૂપચાપ
કેટકેટલાં વર્ષો પછી
આંખ ઉકેલે આંસુ.
Entry filed under: કવિતા.
1.
Neela Kadakia | જાન્યુઆરી 12, 2007 પર 9:49 પી એમ(pm)
કેટકેટલા વર્ષો સુધી
આંખે ઝીલી રાખ્યા અશ્રુ????????????