ક્યાં ગયો મોરલીવાળો – મીરાં.
જાન્યુઆરી 15, 2007 at 9:23 એ એમ (am) 3 comments
ક્યાં ગયો મોરલીવાળો અમારા ઘૂંઘટ ખોલી રે ?
ક્યાં ગયો વાંસળીવાળો, અમને રંગમાં રોળી રે… ક્યાં…..
હમણાં વેણી ગૂંથી હૂતી, પે’રી કસુંબલ ચોળી રે ;
માત જસોદા સાખ પૂરે છે, કેસર છાંટ્યા ઘોળી રે… ક્યાં…..
જળ જમુનાનાં ભરવા ગયાં’તાં, બેડું નાખ્યું ઢોળી રે ;
પાતળિયો પરપંચે ભરિયો, અમે તે અબળા ભોળી રે… ક્યાં…..
પ્રેમ તણી પ્રેમદાને અંતર, ગેબની મારી ગોળી રે ;
બાઇ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ચરણકમલ ચિત ચોડી રે… ક્યાં…..
Entry filed under: કવિતા.
1.
વિવેક | જાન્યુઆરી 15, 2007 પર 11:29 એ એમ (am)
મીરાંના ભજન તો ઉત્તમ છે જ પણ કૃષ્ણપ્રેમથી તરબરતર કાવ્યો પણ એતલાં જ ઉત્તમ છે. પ્રેમરસનું કાવ્ય આવ્યું તો મને મીરાંના એક ગીતની બે પંક્તિ યાદ આવી છે:
“औरोंके पिया परदेस बसत है, लिख लिख भेजती पाती,
मैरे पिया मेरे निकट बसत है, कह ना सकुं सरमाती…”
2.
manvant | જાન્યુઆરી 16, 2007 પર 2:35 એ એમ (am)
vah vivekbhai !….saras pankti aapi.
jo mein aisa janati preet kiye dukh hoy ;
nagar dhindhora ferati preet kijo mat koy……(.memory.).
abhar amitbhai..sundar kavya છ્e.
3.
Neela Kadakia | જાન્યુઆરી 27, 2007 પર 7:14 પી એમ(pm)
મીરા કહે પ્રભુ ગિરિધર નાગર