DISTANCE – વિપિન પરીખ
જાન્યુઆરી 18, 2007 at 10:45 પી એમ(pm) 9 comments
એક સાંજે
ટ્રેનના ચાલ્યા ગયા પછી
રેલવેના પાટા અરસપરસ પૂછતા હતા :
‘બે માણસને એકબીજાથી દૂર કરવા માટે
કેટલું DISTANCE જોઇએ ?’
Entry filed under: કવિતા.
જાન્યુઆરી 18, 2007 at 10:45 પી એમ(pm) 9 comments
એક સાંજે
ટ્રેનના ચાલ્યા ગયા પછી
રેલવેના પાટા અરસપરસ પૂછતા હતા :
‘બે માણસને એકબીજાથી દૂર કરવા માટે
કેટલું DISTANCE જોઇએ ?’
Entry filed under: કવિતા.
1.
ઊર્મિસાગર | જાન્યુઆરી 18, 2007 પર 11:13 પી એમ(pm)
અરેરેરે… અમિત, આટલો બધો અઘરો સવાલ તે કાંઇ પુછાતો હશે????
એનાં જવાબમાં કાં તો એક આખી નવલકથા લખી શકાય કાં તો માત્ર મૌન રાખી શકાય!! 🙂
2.
chetu | જાન્યુઆરી 18, 2007 પર 11:43 પી એમ(pm)
u r right urmi..!!
3.
વિવેક | જાન્યુઆરી 19, 2007 પર 10:51 એ એમ (am)
માણસો એકબીજાની નજીક કદી આવે છે જ ક્યાં?
…સુંદર નાનું મજાનું કાવ્ય…!
4.
vijayshah | જાન્યુઆરી 19, 2007 પર 7:54 પી એમ(pm)
સાચી વાત છે દરેક ઇચ્છે છે કે કોઇ તેમની પાસે આવે અને પછી અપેક્ષાનું બીજ અંકુરીત થાય અને મોટુ ઝાડ એવુ ઉગે કે પાસે આવેલાની વચ્ચે દુરી હરદમ વધ્યા કરે.
સરસ વાત.અમિત!
5.
chetu | જાન્યુઆરી 19, 2007 પર 11:01 પી એમ(pm)
એક્દમ સાચી વાત વિજય ભાઇ,…નજીક આવ્યા બાદ આશાઓ વધતી જાય અને એકાએક દુરી આવી જાય …!..જીવન ની આ વાસ્તવિક્તા ને પચાવવી જ આકરી …!!
6.
સુરેશ જાની | જાન્યુઆરી 23, 2007 પર 4:53 પી એમ(pm)
એક નાની શી તિરાડ
7.
Neela Kadakia | જાન્યુઆરી 27, 2007 પર 7:11 પી એમ(pm)
નદીનાં બે કિનારા જેમ
8.
bansinaad | જાન્યુઆરી 28, 2007 પર 10:24 એ એમ (am)
અમિતભાઈ,
આ વાસ્તવિક પ્રશ્ને મને ખુબ વિચાર કરતો કરી મુક્યો. જેમ જેમ અરસપરસનો વિશ્વાસ, પ્રેમ, મૈત્રી, અને આત્મિયતા ની ભાવનાઓ ઓછી થતી જાય છે, અને એની જગ્યા વધુ પડતી મહતાકાંક્ષા, સ્વાર્થ, ગણતરીભર્યો પ્રેમ અને ક્રોધ લે છે તેમ તેમ માણસ માણસ વચ્ચેનું અંતર વધતું જાય છે. ક્દાચ કળિયુગ માં આ વાસ્તવિકતા જ બની રહી છે. ‘બંસીનાદ’ માં મુકેલી મારી નાની પ્રાર્થના યાદ આવી ગઈ.
“હળવાશ એટલી આપશો કે સૌ ને ‘તું’ કહી ને બોલાવી શકું,
વિશ્વાસ એટલો આપજો કે આત્મિયતા નું અખંડ ઝરણું વહાવ્યાં કરું,
નિખાલસ એટલો બનાવજો કે સૌ કોઈ મારાં મિત્રો બને,
નટખટ એટલો બનાવજો કે હાસ્યરસ હરહમેંશ ફેલાયા કરૂં”
દિલિપ મોદીનો એક શેર પણ યાદ આવી ગયો.
કાંઈ પણ બોલ્યાં વિના છૂટાં પડ્યાં,
ઉમ્રભર એના પછી પડઘાં પડ્યાં
9.
dr jayanti bahdesia | જાન્યુઆરી 31, 2007 પર 6:17 પી એમ(pm)
Only way to be one is feeling of oneness, that comes only after knowing that we all are made from only one element, that is Brahma