તેં – કરસનદાસ લુહાર.

જાન્યુઆરી 18, 2007 at 1:12 પી એમ(pm) 9 comments

એક લીલા પાંદ પર તેં વહાલ વરસાવ્યું હશે !
એ પછી આંગણ સુધી જંગલ ધસી આવ્યું હશે !

આંહીનો અંધાર મારો સૌમ્ય, હરિયાળો થયો ;
તુલસી ક્યારે કોડિયું તેં હમણાં પ્રગટાવ્યું હશે !

જે જગાથી આપણે લઇને તરસ છૂટાં પડ્યાં ;
એ જગા જોવા પછી કોઇ ઝરણ આવ્યું હશે !

ચાર અક્ષર જેટલું અંતર સહેવાયું નહીં ;
એટલે તેં છૂંદણાંમાં નામ ત્રોફાવ્યું હશે !

મારું નિર્જળ શહેર આખું પાણીપાણી છે હવે !
પત્રમાં સરિયામ ચોમાસું તેં ચીતરાવ્યું હશે !

Entry filed under: કવિતા.

ગામઠી ગોફણ ગીતા – અનામી. DISTANCE – વિપિન પરીખ

9 ટિપ્પણીઓ Add your own

  • 1. વિવેક  |  જાન્યુઆરી 18, 2007 પર 5:55 પી એમ(pm)

    જે જગાથી આપણે લઇને તરસ છૂટાં પડ્યાં ;
    એ જગા જોવા પછી કોઇ ઝરણ આવ્યું હશે !

    ચાર અક્ષર જેટલું અંતર સહેવાયું નહીં ;
    એટલે તેં છૂંદણાંમાં નામ ત્રોફાવ્યું હશે !

    -ઉમદા વાત… સરસ કૃતિ લઈને આવો છો આપ દરવખતે… સારી કૃતિની પસંદગી એ સારા વાંચનની સાબિતી છે… અભિનંદન, અમિતભાઈ!

    જવાબ આપો
  • 2. ઊર્મિસાગર  |  જાન્યુઆરી 18, 2007 પર 11:16 પી એમ(pm)

    અમિત, પહેલી પંક્તિમાં જે ‘પાંદ’ શબ્દ છે એ ખરેખર ‘પાંદડા’ છે કે ‘પાન’??

    સાચે જ…. ખુબ જ સુંદર રચના છે! આભાર…

    જવાબ આપો
  • 3. Amit pisavadiya  |  જાન્યુઆરી 19, 2007 પર 9:13 એ એમ (am)

    ઊર્મિબહેન , પહેલી પંક્તિમાં ‘પાંદ’ શબ્દ છે… પાંદ એટલે પાંદડુ.

    જવાબ આપો
  • 4. ધવલ  |  જાન્યુઆરી 19, 2007 પર 9:25 એ એમ (am)

    બહુ મઝાની ગઝલ… નામ ન લખ્યું હોય તો હું અવશ્ય થાપ ખાય ગયો હોત ને કહેત કે રમેશ પારેખની રચના છે ! ખાસ કરીને છેલ્લા બે શેર.

    જવાબ આપો
  • 5. Shekhar Patel  |  જુલાઇ 26, 2008 પર 12:54 એ એમ (am)

    This is indeed one of the best from Karsandas Luhar. I am wondering if you can provide the reference for one of the KL’s poem – the first few lines are as follows:
    Pehri peelash avya kharva na din
    have kyan sudhi jhoolun hu shaakh ma
    XXX XXXX poholatu pankhi avi ne mane
    lai jashe kyank eni paankh ma!
    It is a fantasticv poem and I have been searching for it for last 30+ years. Have not found it in several visits to Ma. Je Library in A’badf as well as several of publishing houses. Any help would be appreciated.

    જવાબ આપો
  • 6. Shekhar Patel  |  જુલાઇ 26, 2008 પર 12:54 એ એમ (am)

    This is indeed one of the best from Karsandas Luhar. I am wondering if you can provide the reference for one of the KL’s poem – the first few lines are as follows:
    Pehri peelash avya kharva na din
    have kyan sudhi jhoolun hu shaakh ma
    XXX XXXX poholatu pankhi avi ne mane
    lai jashe kyank eni paankh ma!

    જવાબ આપો
  • 7. Shekhar Patel  |  જુલાઇ 26, 2008 પર 12:59 એ એમ (am)

    sorry for the partially repeating the comment 😦

    જવાબ આપો
  • 8. mukesh dhapa  |  સપ્ટેમ્બર 14, 2013 પર 12:51 પી એમ(pm)

    amitbhai tamari racha na chhe ke karshandash luhar ni ??

    જવાબ આપો
    • 9. amitpisavadiya  |  સપ્ટેમ્બર 18, 2013 પર 4:53 પી એમ(pm)

      ame to fakt gamta no gulal karyo chhe bhai… karsandas ji ni rachna chhe saheb…

      amitpisavadiya.wordpress.com

      ________________________________

      જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,986 અમીનજરું

દિવસવાર ટપાલ

જાન્યુઆરી 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: