લોકશાહી કે લૂંટશાહી ? – કવિ દાદ.

જાન્યુઆરી 26, 2007 at 7:30 એ એમ (am) 2 comments

 

વલોવીને વધુ એમાં વડવાનલ પ્રગટ કીધો,
હવે આ લોક સમંદરની સબૂરી ક્યાં સુધી રહેશે ? 

                         કરી મુખ બંધ એના હાલ, તપેલાને તપાવો ના
                         વરાળો ભૂખની ઢાંકી-ઢબૂરી ક્યાં સુધી રહેશે ?

સેવાનાં અંચળા નીચે વરુનાં નહોર રાખીને,
કલેજાં કોરતી પારી તમારી ક્યાં સુધી રહેશે ? 

                        બાંધી મહેલ સપનાંનાં ને ખોદો ઘર તણા પાયા,
                        ઊભી આ લોકશાહીની હવેલી ક્યાં સુધી રહેશે ?

ભરાવે નહોર તે પહેલાં તમે આઘા ખસી જાજો,
ભૂખ્યો એ વાઘ પંપાળ્યો હવે એ ક્યાં સુધી રહેશે ? 

                        વચનનાં જામ પી પીને પ્રજા બેશુદ્ધ થઇ ગઇ છે,
                        વધારે ડોઝ ના આપો, બિચારી ક્યાં સુધી રહેશે ?

ગયો છે ઘટ હવે છલકી ઋષિનાં રક્તબિંદુથી,
રઘુના હાથમાં એ તીર અટક્યું ક્યાં સુધી રહેશે ? 

                        હરાળા તો ફરે છુટ્ટા ને પાળેલા ડબે પૂર્યા
                        તમારી દંડ નીતિની અનીતિ ક્યાં સુધી રહેશે ?

સતાવ્યા સંત તે શાસન કદી જાજું નથી ટકતું
હકુમત દશાશન જેવી હલાવી ક્યાં સુધી રહેશે ? 

                        મહીં છે સાવ ખાલી તે ખબર સહુને પડી ગઇ છે
                        હવે ખોલો ? તમારી બંધ મુઠ્ઠી ક્યાં સુધી રહેશે ?

જરૂર છે રોટલાની, નહીં કે ખાલી ટપાકાની
પ્રજાને આપીયા જુઠ્ઠા દિલાસા ક્યાં સુધી રહેશે ? 

                         શહીદનાં મસ્તકોથી ચણેલી દીવાલ સરહદની
                         કરો ત્યાં થૂંકના લેપન સલામત ક્યાં સુધી રહેશે ?

નથી એને શરમ જરી પણ બોલ્યું ફરી જાવાની
હવે આ કસમે-વાદેની ઇબાદત ક્યાં સુધી રહેશે ? 

                        કહે છે ‘દાદ’ ફુંકાશે પવન જે દિ’ એ વિપ્લવનો
                        ધુંવાડાનાં પછી એ વાદળાંઓ ક્યાં સુધી રહેશે ?

           

                               * * * * *  

–  લોકકવિ દાદનું હૈયાવરાળી ગીત ખરેખર ધારદાર લાગી રહ્યુ છે…  આજકલ લોકશાહીની વ્યાખ્યા કંઇક આવી થઇ ગઇ છે…
        
         Buy the people !
         Floor the people !
         Off the people !

( નહીં કે By the people, For the people & Of the people ) પ્રથમ લોકો ને મતદારો ને અને સાંસદ ને ખરીદો  ( Buy ),  પછી બધાને શામ-દામ-દંડથી ભોંભેળા ( Floor ) કરી દ્યો અને છેલ્લે કોઇ પણ ભોગે ખુરશી જોઇતી હોય તો બેરહમ બનીને નિર્દોષ જનતાને રહેંસી નાખો ( Off ). 

                   
–  અહીં શ્રી કૃષ્ણ દવે નુ એક કટાક્ષ કાવ્ય – હાલો પથ્થારી ફેરવીએ દેશની…  વાંચવા ક્લીક કરો…

Entry filed under: કવિતા.

તડકો – પન્ના નાયક. યાદ – આહમદ મકરાણી.

2 ટિપ્પણીઓ Add your own

  • 1. સુરેશ જાની  |  જાન્યુઆરી 26, 2007 પર 9:07 પી એમ(pm)

    મારા બહુ જ પ્રિય કવિ. પહેલી વાર તેમનું કાવ્ય ‘વાંસલડી ડોટ કોમ’ અમદાવાદમાં સાંભળ્યું હતું ત્યારે તે ત્રણ વાર વન્સ મોર થયું હતું . તે વખતે તેમને ટાઉનહોલના સ્ટેજ પર બોલાવીને તેમનું સૈમિલ મુંશીએ અભિવાદન કર્યું હતું.

    જવાબ આપો
  • 2. વિવેક  |  જાન્યુઆરી 29, 2007 પર 5:40 પી એમ(pm)

    સુંદર કાવ્ય… સાચી વાત અને સાચો આક્રોશ…

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,986 અમીનજરું

દિવસવાર ટપાલ

જાન્યુઆરી 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: