Archive for જાન્યુઆરી 30, 2007
યાદ – આહમદ મકરાણી.
મેં મને મૂકી દીધો છે દાવમાં ;
ને ઉમેરી જોઉં મીઠું ઘાવમાં.
માગવાનું એમણે જ્યારે કહ્યું –
વેદના માગી હતી સરપાવમાં.
ના બદલ્યો હું, ન મારી આ દશા ;
ફેર જોયો કોઇના વર્તાવમાં.
કેટલાં વમળો જળે ઊઠી રહ્યાં !
કોઇએ જોયું જરા જ્યાં વાવમાં.
યાદ એની સાચવી છે એ રીતે,
હોય જાણે કોઇ દરિયો નાવમાં.
મિત્રોના પ્રતિભાવ