આઠે પ્રહર – જયંત વસોયા.
જાન્યુઆરી 31, 2007 at 1:06 એ એમ (am) 3 comments
તારી નજર મારી નજર,
આપણે બન્ને તર-બ-તર.
તું સંભવે મારા વગર ?
હું સંભવે મારા વગર ?
ઘટના ઘટી ઘટ ભીતરે,
જાણે થયું મન માનસર.
સમરસ બધે હોવાય છે,
લોપાઇ ગઇ સઘળી અસર.
છે એક સાગર ઊછળતો,
ભાસે અલગ એની લહર.
ના યાચના, ના પ્રાર્થના,
આનંદ બસ, આઠે પ્રહર.
Entry filed under: ગઝલ.
1.
ઊર્મિસાગર | જાન્યુઆરી 31, 2007 પર 10:17 પી એમ(pm)
સુંદર ગઝલ!
અમિત, મને લાગે છે કે તું ઓવર-ટાઇમ કરે છે, નઇં?!!! લગે રહો…
🙂
2.
chetu | ફેબ્રુવારી 3, 2007 પર 10:53 પી એમ(pm)
પપ્પા ના મિત્ર પ્રાધ્યાપક શ્રી વસોયા સર ની સુંદર રચના…!.
3.
chetu | ફેબ્રુવારી 3, 2007 પર 10:57 પી એમ(pm)
પપ્પા ના મિત્ર પ્રાધ્યાપક શ્રી વસોયા સર ની સુંદર રચના…!.અભિનંદન ..