Archive for ફેબ્રુવારી 8, 2007

પ્રેમ – ઉર્વીશ વસાવડા.

ભાગ્યમાં ના રાત કાળી જોઇએ
હો ભલે છલના, રૂપાળી જોઇએ.

હોય જો એકાંત ઠંડુગાર તો
એક બે યાદો હૂંફાળી જોઇએ.

એકલો હું ગાઉં એ પૂરતું નથી
તાલમાં એની યે તાળી જોઇએ.

કેમ રોકાશે પીડાનું પૂર આ
ચાલને ગઝલોમાં વાળી જોઇએ.

પ્રેમ તો વનફૂલ છે ઊગશે સહજ
માવજત એને ન માળી જોઇએ.

ફેબ્રુવારી 8, 2007 at 8:57 પી એમ(pm) 4 comments

પૂરો પ્રણય – બરકત વિરાણી ‘બેફામ’

તૂટીને થઇ ગયું ટુકડા, તને હું શું આપું ?
કે પહેલાં જેવું હવે આખું આ હ્રદય ક્યાં છે ?

હું ગાઢ એવા કંઇ અવકાશમાં ફસાયો છું,
તનેય મળવાનો મારી કને સમય ક્યાં છે ?

કદીક કંઇક તો એમાં કચાશ દેખાશે,
જગતમાં ક્યાંય પણ પૂરેપૂરો પ્રણય ક્યાં છે ?

મેં એને મેળવ્યાં છે, પણ મને ગુમાવીને,
કે આ તો મારો પરાજય છે, આ વિજય ક્યાં છે ?

ફેબ્રુવારી 8, 2007 at 7:38 એ એમ (am) 6 comments


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,986 અમીનજરું

દિવસવાર ટપાલ

ફેબ્રુવારી 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728