પ્રેમ – ઉર્વીશ વસાવડા.
ફેબ્રુવારી 8, 2007 at 8:57 પી એમ(pm) 4 comments
ભાગ્યમાં ના રાત કાળી જોઇએ
હો ભલે છલના, રૂપાળી જોઇએ.
હોય જો એકાંત ઠંડુગાર તો
એક બે યાદો હૂંફાળી જોઇએ.
એકલો હું ગાઉં એ પૂરતું નથી
તાલમાં એની યે તાળી જોઇએ.
કેમ રોકાશે પીડાનું પૂર આ
ચાલને ગઝલોમાં વાળી જોઇએ.
પ્રેમ તો વનફૂલ છે ઊગશે સહજ
માવજત એને ન માળી જોઇએ.
Entry filed under: કવિતા.
1.
hemantpunekar | ફેબ્રુવારી 9, 2007 પર 3:20 પી એમ(pm)
સુંદર ગઝલ, એક શેર મારા તરફથી પણ….
સાથ માટે હાથ લંબાવો પછી
એ હાથ દે કે હાથતાળી જોઈએ
2.
વિવેક | ફેબ્રુવારી 9, 2007 પર 6:02 પી એમ(pm)
ગઝલ ટૂંકી બહેરની પણ વાત મોટી… આ બે શેર તો કાયમ માટે યાદ રહી ગયા:
હોય જો એકાંત ઠંડુગાર તો
એક બે યાદો હૂંફાળી જોઇએ.
કેમ રોકાશે પીડાનું પૂર આ
ચાલને ગઝલોમાં વાળી જોઇએ.
3.
vijayshah | ફેબ્રુવારી 11, 2007 પર 5:06 એ એમ (am)
પ્રેમ તો વનફૂલ છે ઊગશે સહજ
માવજત એને ન માળી જોઇએ.
સરસ વાત છે
4.
shivshiva | ફેબ્રુવારી 13, 2007 પર 1:50 પી એમ(pm)
ખરું છે તાળી બે હાથ વગર ન પડે.