Archive for ફેબ્રુવારી 15, 2007

પહેલી પહેલી વાર… – નિનાદ અધ્યારુ.

પહેલી પહેલી વાર કર્યો છે ;
                        હા, અમે પણ પ્યાર કર્યો છે.
           
            આર કર્યો છે, પાર કર્યો છે ;
            આંખોનો ઉદ્ધાર કર્યો છે.
            પ્રેમમાં એના બોળી-બોળી,
            દિલનો તારે-તાર કર્યો છે.
મેં કહી દીધું બધ્ધું એને,
                        એણે પણ એકરાર કર્યો છે.

            ઊંડા ઊંડા જખ્મો દીધા,
            ને કહે છે ઉપચાર કર્યો છે !
            એમ જુએ એ મારી સામે, 
            જાણે કે ઉપકાર કર્યો છે !
‘નિનાદ’ બીજું તો શું જોઇએ ?
                        યાર જેવો મેં યાર કર્યો છે !

ફેબ્રુવારી 15, 2007 at 1:18 પી એમ(pm) 19 comments


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,986 અમીનજરું

દિવસવાર ટપાલ

ફેબ્રુવારી 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728