પ્રેમ – આહમદ મકરાણી.
ફેબ્રુવારી 16, 2007 at 1:25 પી એમ(pm) 11 comments
જિંદગીનું નામ બીજું પ્રેમ છે,
ને ગણો તો એ બધાનો વહેમ છે.
સૌ કહે છે કે બધું બદલી ગયું,
ને ખરેખર તો હતું એ એમ છે.
આમ ચિંતા, દોસ્ત, નાહક કર નહીં –
હર કસોટી તો ખુદાની રહેમ છે.
કે હસું હું, કે રડું એ તો કહો,
ઘાવ દેનારા પૂછે છે : ‘કેમ છે ?’
ભીંત પર ટાંગું સ્વપ્ન કેરી છબી,
કેટલા યુગોથી ખાલી ફ્રેમ છે.
Entry filed under: ગઝલ.
1.
vishwadeep | ફેબ્રુવારી 16, 2007 પર 6:05 પી એમ(pm)
કે હસું હું, કે રડું એ તો કહો,
ઘાવ દેનારા પૂછે છે : ‘કેમ છે ?’
સરસ રચના !!!
“કેમ છે “કહી ચાલ્યા જનારા અનેક છે.
ઘાવને લુછનારાના જુજ હોય છે !!
vishwadeep ( blog -foolwadi)
2.
ઊર્મિસાગર | ફેબ્રુવારી 16, 2007 પર 9:22 પી એમ(pm)
ભીંત પર ટાંગું સ્વપ્ન કેરી છબી,
કેટલા યુગોથી ખાલી ફ્રેમ છે.
સુંદર શબ્દો…. સુંદર ગઝલ!
3.
હરીશ દવે | ફેબ્રુવારી 18, 2007 પર 7:21 એ એમ (am)
આંખેથી ઊતારીને સ્વપ્નની છબીને …..
યુગોથી ખાલી ફ્રેમ … કઈ ફ્રેમ? ક્યાં છે ફ્રેમ? અને ક્યાં છે સ્વપ્નની છબી?
જીવનની વ્યર્થતામાંથી સાર્થતા શોધે તે કવિ … મઝાની પંક્તિઓ!
…… હરીશ દવે અમદાવાદ
4. Welcome to Kaka’s Blog » Blog Archive » પ્રેમ - આહમદ મકરાણી. | ફેબ્રુવારી 18, 2007 પર 11:28 એ એમ (am)
[…] post by amitpisavadiya and powered by Img […]
5. Welcome to Kaka’s Blog » Blog Archive » પ્રેમ - આહમદ મકરાણી. | ફેબ્રુવારી 18, 2007 પર 5:58 પી એમ(pm)
[…] post by amitpisavadiya and plugin by Elliott […]
6.
chetu | ફેબ્રુવારી 25, 2007 પર 5:02 પી એમ(pm)
.nice words..!
7.
અહમદ મકરાણી, Ahmed Makrani « ગુજરાતી સારસ્વત પરિચય | માર્ચ 6, 2007 પર 2:15 પી એમ(pm)
[…] અહમદ મકરાણી, Ahmed Makrani Filed under: સંપાદક, વિવેચક, કવિ — amitpisavadiya @ 3:15 am જિંદગીનું નામ બીજું પ્રેમ છે, ને ગણો ત… […]
8.
સુરેશ જાની | માર્ચ 7, 2007 પર 7:30 એ એમ (am)
એમનું નામ અહમદ છે કે આહમદ?
9.
સુરેશ જાની | માર્ચ 7, 2007 પર 7:31 એ એમ (am)
કવિ પરિચય –
http://sureshbjani.wordpress.com/2007/03/06/ahmad_makrani/
10.
Abhijeet Pandya | ફેબ્રુવારી 21, 2009 પર 4:05 પી એમ(pm)
ભીંત પર ટાંગું સ્વપ્ન કેરી છબી,
કેટલા યુગોથી ખાલી ફ્રેમ છે.
ભીંત પર ટાંગું સ્વપ્ન કેરી છબી, ને બદલે ભીંત પર ટાંગુ સ્વપન કેરી છબી
કરવાથી છંદમેળ થતો જણાશે. સ્વપ્ન એ લ ગા છે જ્યારે સ્વપ્ન એ ગા લ છે.
11.
Abhijeet Pandya | ફેબ્રુવારી 21, 2009 પર 4:07 પી એમ(pm)
ભીંત પર ટાંગું સ્વપ્ન કેરી છબી,
કેટલા યુગોથી ખાલી ફ્રેમ છે.
ભીંત પર ટાંગું સ્વપ્ન કેરી છબી, ને બદલે ભીંત પર ટાંગુ સ્વપન કેરી છબી
કરવાથી છંદમેળ થતો જણાશે. સ્વપ્ન એ ગા લ છે જ્યારે સ્વપન એ લ ગા છે.