જિંદગીમાં – જયંત વસોયા.
ફેબ્રુવારી 20, 2007 at 10:31 પી એમ(pm) 1 comment
પહોંચે ભલેને ગમે તે સદીમાં,
કશો ફેર પડશે નહીં આદમીમાં.
નથી રંજ અંધારનો પણ હવે તો –
ઘણો પંથ ભટકી ગયા ચાંદનીમાં !
તમે ક્યા મુકામે અમોને ઉપાડ્યા ?
ન નેકીમાં જીવ્યા અમે ના બદીમાં,
કશું ભેદ જેવું રહેશે નહીં પણ,
હશે જો અસર તુજ દુવા બંદગીમાં !
અલંકાર પણ આવરણ થઇ જવાનાં –
ખરું રૂપ શોભે સહજ સાદગીમાં,
જગતમાં અગર ના મહોબ્બત રહે તો,
નથી જિંદગી જેવું કૈં જિંદગીમાં !
Entry filed under: ગઝલ.
1.
વિવેક | ફેબ્રુવારી 21, 2007 પર 11:24 એ એમ (am)
નથી જિંદગી જેવું કૈં જિંદગીમાં !
-સાચી વાત! સુંદર ગઝલ…