Archive for ફેબ્રુવારી 25, 2007

શબ્દ – લાભશંકર દવે.

પામી શકાય ક્યાંથી કહો પાર શબ્દનો ?
ઇશ્વર જેટલો જ છે વિસ્તાર શબ્દનો.

એ આવતો નથી બહાર કદી સાચા અર્થમાં,
જે નીકળે છે એ તો છે વ્યવહાર શબ્દનો.

એને નહીં નડે પછી અર્થોનું આવરણ,
થઇ જાય પરિચય જો કોઇ વાર શબ્દનો.

તો હાસ્ય કે રૂદનરૂપે એ વ્યક્ત થૈ જશે,
જીરવી નહીં શકે જો હ્રદય ભાર શબ્દનો.

એ વાત છે જુદી કે તમે સાંભળો નહીં,
નહીંતર સતત થયા કરે સંચાર શબ્દનો.

આ કોણ આવા શબ્દ અહીં વેરતું ગયું ?
મ્હેંકી રહ્યો છે જાણે કે ગુલઝાર શબ્દનો.

ફેબ્રુવારી 25, 2007 at 8:21 પી એમ(pm) 7 comments


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,986 અમીનજરું

દિવસવાર ટપાલ

ફેબ્રુવારી 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728