શબ્દ – લાભશંકર દવે.
ફેબ્રુવારી 25, 2007 at 8:21 પી એમ(pm) 7 comments
પામી શકાય ક્યાંથી કહો પાર શબ્દનો ?
ઇશ્વર જેટલો જ છે વિસ્તાર શબ્દનો.
એ આવતો નથી બહાર કદી સાચા અર્થમાં,
જે નીકળે છે એ તો છે વ્યવહાર શબ્દનો.
એને નહીં નડે પછી અર્થોનું આવરણ,
થઇ જાય પરિચય જો કોઇ વાર શબ્દનો.
તો હાસ્ય કે રૂદનરૂપે એ વ્યક્ત થૈ જશે,
જીરવી નહીં શકે જો હ્રદય ભાર શબ્દનો.
એ વાત છે જુદી કે તમે સાંભળો નહીં,
નહીંતર સતત થયા કરે સંચાર શબ્દનો.
આ કોણ આવા શબ્દ અહીં વેરતું ગયું ?
મ્હેંકી રહ્યો છે જાણે કે ગુલઝાર શબ્દનો.
Entry filed under: કવિતા.
1.
ધવલ | ફેબ્રુવારી 26, 2007 પર 1:48 એ એમ (am)
પામી શકાય ક્યાંથી કહો પાર શબ્દનો ?
ઇશ્વર જેટલો જ છે વિસ્તાર શબ્દનો.
– સરસ !
2.
jina | ફેબ્રુવારી 26, 2007 પર 12:49 પી એમ(pm)
“amare to shabdo j kanku ne chokha” yad avi gai…!!
3.
ઊર્મિસાગર | ફેબ્રુવારી 26, 2007 પર 9:24 પી એમ(pm)
very nice poem!!
4.
pravinash1 | ફેબ્રુવારી 27, 2007 પર 6:16 એ એમ (am)
શબ્દનો પાર પામવા મથામણ કરવાની જરૂર નથી
મૌનમાં સમાયો છે સઘળો અર્થ શબ્દનો’
5.
વિવેક | ફેબ્રુવારી 28, 2007 પર 5:55 પી એમ(pm)
એ આવતો નથી બહાર કદી સાચા અર્થમાં,
જે નીકળે છે એ તો છે વ્યવહાર શબ્દનો.
તો હાસ્ય કે રૂદનરૂપે એ વ્યક્ત થૈ જશે,
જીરવી નહીં શકે જો હ્રદય ભાર શબ્દનો.
-સુંદર ગઝલ… શબ્દો ઉપર શબ્દોનો સ-રસ આશીર્વાદ જાણે ઉતર્યો…
6.
vishwadeep | માર્ચ 1, 2007 પર 6:26 પી એમ(pm)
તો હાસ્ય કે રૂદનરૂપે એ વ્યક્ત થૈ જશે,
જીરવી નહીં શકે જો હ્રદય ભાર શબ્દનો.
very nice !!
7.
Neela Kadakia | માર્ચ 2, 2007 પર 9:19 એ એમ (am)
સુંદર કાવ્ય છે.