પૂરી નથી થાતી – ઉર્વીશ વસાવડા.
ફેબ્રુવારી 28, 2007 at 1:34 પી એમ(pm) 5 comments
ગુનો શું છે ખબર ક્યાં છે સજા પૂરી નથી થાતી,
અમારા ભાગ્યવશ આ દુર્દશા પૂરી નથી થાતી.
બચ્યું એકે નથી ટીપું પીવાનું મયકદામાં પણ
બધા મયકશ કહે છે કે મજા પૂરી નથી થાતી
સ્વભાવે હોય ફરીયાદી એ ફરિયાદી જ રહેવાનો
કબરમાં જઇ કહેશે કે જગા પૂરી નથી થાતી
લખી છે વાત એની એ બધાં પાને, બધા યુગમાં
છતાં કૌતુક છે માનવની કથા પૂરી નથી થાતી
જગતનાં પાપ પુણ્યોના હિસાબો જોઇ લાગ્યું કે
મૂડી સત્કર્મની ખાતે જમા પૂરી નથી થાતી.
Entry filed under: ગઝલ.
1.
વિવેક | ફેબ્રુવારી 28, 2007 પર 5:54 પી એમ(pm)
લાજવાબ…. બેમિસાલ… ઉમદા… સુંદર ગઝલ…
હજી આ રવિવારે જ ઉર્વીશભાઈને રૂ-બ-રૂ મળવાની તક મળી. જેટલી મજાની ગઝલો, એટલા જ મજાના માણસ પણ!
સ્વભાવે હોય ફરીયાદી એ ફરિયાદી જ રહેવાનો
કબરમાં જઇ કહેશે કે જગા પૂરી નથી થાતી
લખી છે વાત એની એ બધાં પાને, બધા યુગમાં
છતાં કૌતુક છે માનવની કથા પૂરી નથી થાતી
-સાચી વાત!
2.
vishwadeep | માર્ચ 1, 2007 પર 1:26 એ એમ (am)
VERY NICE GAZAL… I LIKE IT.
http://WWW.VISHWADEEP.WORDPRESS.COM
” FOOLWADI “
3.
Neela Kadakia | માર્ચ 2, 2007 પર 9:23 એ એમ (am)
બહુ સરસ ગઝલ છે
પણ મને લાગે છે
ગઝલોની મહેફિલ રૂદન વગર પૂરી નથી થાતી
4.
vishnu patl | માર્ચ 5, 2007 પર 6:34 પી એમ(pm)
it was a greatttttttttt pleasure reading these gujarati gazal,
have aa site chhodaani asha nathi thati !!!!!!!!!!!!!!!
thanks a lot …this is an incredible work …keep it up.
5.
rajesh | માર્ચ 22, 2007 પર 1:56 પી એમ(pm)
saras gazal che