Archive for ફેબ્રુવારી, 2007
પૂરો પ્રણય – બરકત વિરાણી ‘બેફામ’
તૂટીને થઇ ગયું ટુકડા, તને હું શું આપું ?
કે પહેલાં જેવું હવે આખું આ હ્રદય ક્યાં છે ?
હું ગાઢ એવા કંઇ અવકાશમાં ફસાયો છું,
તનેય મળવાનો મારી કને સમય ક્યાં છે ?
કદીક કંઇક તો એમાં કચાશ દેખાશે,
જગતમાં ક્યાંય પણ પૂરેપૂરો પ્રણય ક્યાં છે ?
મેં એને મેળવ્યાં છે, પણ મને ગુમાવીને,
કે આ તો મારો પરાજય છે, આ વિજય ક્યાં છે ?
ગીત – પન્ના નાયક.
તારા
બીડેલા હોઠના
વળાંક પર
આડું ઢળેલું
ઊઠું ઊઠું થતું ગીત.
એ જ તો
નહીં હોય
મારા આંગણાની
ફૂટું ફૂટું થતી જૂઇ…?
પલટો – કીર્તિકાન્ત પુરોહિત.
-ને આવ્યો બગીચાનો વારો
પપ્પા કહે, “બેટા, જો પેલો ફૂવારો”
પપ્પુ વદે, “પપ્પા, જૂઠું ન બોલાય,
ફૂવારો નહિ, ફાઉન્ટન કહેવાય.”
ન જાણે ક્યાં જાતી
વિસરાતી જતી ગુજરાતી ?…
મિત્રોના પ્રતિભાવ