Archive for માર્ચ 2, 2007
કારણ – રમેશ પારેખ.
ન કોઇ મળ્યું દિવસો ફરવાનું કારણ
બની ગઇ હવા દીપ ઠરવાનું કારણ
હું કારણના જંગલમાં ભટક્યા કરું છું
છે મુઠ્ઠીનો ખાલીપો ભરવાનું કારણ
ન સંભળાય કોઇનો ઝાંખો ય પગરવ
તો ભીંતો ! છે શું કાન ધરવાનું કારણ ?
હું આંખોને શા કારણે છેતરું છું ?
છે શું લીલા પર્ણો ચીતરવાનું કારણ ?
હું પારાની માફક વીખેરાઇ બેઠો
છે કોઇનો ખોબો નીતરવાનું કારણ
સદીઓથી શોધી રહ્યાં વૃક્ષ એને
મળે છે જ ક્યાં પર્ણ ખરવાનું કારણ ?
મિત્રોના પ્રતિભાવ