કારણ – રમેશ પારેખ.
માર્ચ 2, 2007 at 9:30 પી એમ(pm) 6 comments
ન કોઇ મળ્યું દિવસો ફરવાનું કારણ
બની ગઇ હવા દીપ ઠરવાનું કારણ
હું કારણના જંગલમાં ભટક્યા કરું છું
છે મુઠ્ઠીનો ખાલીપો ભરવાનું કારણ
ન સંભળાય કોઇનો ઝાંખો ય પગરવ
તો ભીંતો ! છે શું કાન ધરવાનું કારણ ?
હું આંખોને શા કારણે છેતરું છું ?
છે શું લીલા પર્ણો ચીતરવાનું કારણ ?
હું પારાની માફક વીખેરાઇ બેઠો
છે કોઇનો ખોબો નીતરવાનું કારણ
સદીઓથી શોધી રહ્યાં વૃક્ષ એને
મળે છે જ ક્યાં પર્ણ ખરવાનું કારણ ?
Entry filed under: કવિતા.
1.
Dhaval | માર્ચ 4, 2007 પર 12:28 એ એમ (am)
ન કોઇ મળ્યું દિવસો ફરવાનું કારણ
બની ગઇ હવા દીપ ઠરવાનું કારણ
હું કારણના જંગલમાં ભટક્યા કરું છું
છે મુઠ્ઠીનો ખાલીપો ભરવાનું કારણ
– very nice !
2.
Neela Kadakia | માર્ચ 5, 2007 પર 8:53 એ એમ (am)
ખૂબ સરસ શબ્દોથી ભરપૂર છે
રમેશ પારેખ એટલે કહેવાપણું જ ન હોય
પોતાના વિચારો, લાગણી, શોક, આનંદ, ભક્તિ, ગુસ્સો વગેરે બધું જ દર્શાવાનો સરળ માર્ગ એટલે કવિતા. આપણે કયો માર્ગ અપનાવવો એ આપણે નક્કી કરવું રહ્યું. શા માટે શોક જ???????????
3.
વિવેક | માર્ચ 5, 2007 પર 6:27 પી એમ(pm)
દિવાલો સાથે તો ર.પા. જ વાત કરી શકે… સુંદર ગઝલ…
4.
vishwadeep | માર્ચ 5, 2007 પર 6:28 પી એમ(pm)
સદીઓથી શોધી રહ્યાં વૃક્ષ એને
મળે છે જ ક્યાં પર્ણ ખરવાનું કારણ ?
ખરી ને પણ જીવી જાય
મહેંક ને મહેકાવી જાય… એજ ખરૂ જીવન જીવી જાય !!
5.
harshvadan mehta | માર્ચ 11, 2007 પર 11:32 પી એમ(pm)
ramesh parekh amara kapol vania ane pachha amreli na !
temne najik thi janya chhe ane manya pan chhe !!
tamne irshya thay chhe ?
afsos ! have 6 akshar nu nam 7 akshawar nu thai gayu
agal swa. lagadata man mane chhe ?
HARSHVADAN MEHTA
the world is not enough
6.
hemantpunekar | માર્ચ 30, 2007 પર 4:39 પી એમ(pm)
vaah! khub sundar rachanaa chhe