ફાગણ – રત્નો.
માર્ચ 4, 2007 at 1:07 પી એમ(pm) 6 comments
ફાગણ આવ્યો કે સખી, કેશુ ફૂલ્યાં રસાળ ;
હ્રદે ન ફૂલી રાધિકા, ભમર કનૈયાલાલ.
સઘળો શિયાળો વહી ગયો, આવ્યો ફાગણ માસ ;
અંતરમાં અતિ ઊપજે, હોળી રમવાની આશ.
વસંત વધાવવાને હું જતી, કુમકુમ ભરીને કચોળ ;
કેસરી સાળુ રે પહેરવા, મુખ ભરીને તંબોળ.
અબીલ ગુલાલ ઊડે ઘણાં, વાગે તાલ મૃદંગ ;
કોકિલ શબ્દ સોહામણા, કંપે અબળાનું અંગ.
તરુવર આંબો મ્હોરિયો, ફૂલ્યાં કેસૂડાં વન ;
અમો અબળાને એ ઘટ્યું, મરવું મુંઝાઇ મન.
વેરી વિધાતાએ લખ્યો, વ્હાલા તણો રે વિજોગ ;
રત્નાના સ્વામી રે શામળા, આવી કરો રે સંજોગ.
# હોળી ના રંગીન પર્વ પર સૌ મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ…
Entry filed under: કવિતા.
1.
Neela Kadakia | માર્ચ 5, 2007 પર 8:47 એ એમ (am)
તમને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
2.
vishwadeep | માર્ચ 5, 2007 પર 6:23 પી એમ(pm)
સરસ રચના !!
3. ફાગણ… કેસૂડાં… હોળીનાં રંગો… « સહિયારું સર્જન | માર્ચ 6, 2007 પર 9:17 પી એમ(pm)
[…] ફાગણ આવ્યો હે સખી, કેશુ ફૂલ્યાં રસાળ; હૃદે ન ફૂલી રાધિકા, ભમર કનૈયાલાલ. (રત્નો) […]
4.
Suresh Jani | માર્ચ 7, 2007 પર 3:09 એ એમ (am)
કવિ પરિચય –
http://sureshbjani.wordpress.com/2006/10/24/ratno/
5.
sanjay jetpariya | માર્ચ 10, 2007 પર 10:02 એ એમ (am)
good better best !
6.
nishad | માર્ચ 10, 2007 પર 9:37 પી એમ(pm)
photo khub saras