ગુલાલ રાખે છે – આશ્ર્લેષ ત્રિવેદી.

માર્ચ 6, 2007 at 12:54 પી એમ(pm) 6 comments

તુંય હિંમત કમાલ રાખે છે,
સૂર્ય સામે મશાલ રાખે છે.

છત બધાંને તેં એક આપી છે,
કેમ વચ્ચે દીવાલ રાખે છે !

એ અહીં આવે તો ખરાને દોસ્ત !
એ બધાંની ટપાલ રાખે છે.

મૌન યા શબ્દ કે હો આંસુ પણ,
એ ઇબાદત બહાલ રાખે છે.

શક્ય છે એ મને નહીં ભૂલે !
ગાંઠ બાંધી રૂમાલ રાખે છે.

રંગી દેશે તને ગઝલ એની,
કાફિયામાં ગુલાલ રાખે છે !

Entry filed under: ગઝલ.

ફાગણ – રત્નો. આ છોકરીઓ ગજબની ચીજ છે – નિનાદ અધ્યારુ.

6 ટિપ્પણીઓ Add your own

 • 1. વિવેક  |  માર્ચ 7, 2007 પર 11:37 એ એમ (am)

  છત બધાંને તેં એક આપી છે,
  કેમ વચ્ચે દીવાલ રાખે છે !

  -અદભુત વાત !

  જવાબ આપો
 • 2. હરીશ દવે  |  માર્ચ 8, 2007 પર 7:56 એ એમ (am)

  નવી તાજગીથી સભર ગુજરાતી કવિઓ આશાસ્પદ જણાય છે. અમિતભાઈ! સરસ રચનાઓ પસંદ કરતા રહેશો … …. હરીશ દવે અમદાવાદ

  જવાબ આપો
 • 3. nishad  |  માર્ચ 10, 2007 પર 9:00 પી એમ(pm)

  first sher is KABI-A-DAD

  જવાબ આપો
 • 4. nilam doshi  |  માર્ચ 11, 2007 પર 3:39 પી એમ(pm)

  સૂર્ય સામે મશાલ રાખે છે…

  એ તો કવિ જ રાખી શકે.બાકી કોઇની મજાલ નહીં.

  જવાબ આપો
 • 5. shivshiva  |  માર્ચ 13, 2007 પર 4:00 પી એમ(pm)

  સુંદર રચના

  જવાબ આપો
 • 6. કસુંબલ રંગનો વૈભવ  |  માર્ચ 18, 2007 પર 4:25 પી એમ(pm)

  sarsa gazal
  તુંય હિંમત કમાલ રાખે છે,
  સૂર્ય સામે મશાલ રાખે છે.

  છત બધાંને તેં એક આપી છે,
  કેમ વચ્ચે દીવાલ રાખે છે !

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

 • 282,307 અમીનજરું

દિવસવાર ટપાલ

માર્ચ 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: