અમૃત ઘાયલ અને નિર્મિશ ઠાકર.
માર્ચ 15, 2007 at 7:04 એ એમ (am) 6 comments
દુનિયા ફરી ગઇ – અમૃત ઘાયલ. પ્રતિકૃતિ રસ્તો જડી ગયો, તો – નિર્મિશ ઠાકર.
આજે કમાલ એની નિગાહો કરી ગઇ, ઊંચું પ્રણયનું સ્તર હતું, નીચું કરી ગઇ,
આંખોમાં રસ હતો તે હ્રદયમાં ભરી ગઇ. આંખોમાં રસ હતો તે હ્રદયમાં ભરી ગઇ.
બેસી ગયું હ્રદય અને આશા મરી ગઇ, ટોળે વળ્યા રતાંધળા, રજની ઠરી ગઇ,
દૃષ્ટિ ફરી શું એમની, દુનિયા ફરી ગઇ. દૃષ્ટિ ફરી શું એમની, દુનિયા ફરી ગઇ.
મસ્તીભરી નિગાહ ગજબની હતી નિગાહ ! ગીઝર સમા હ્રદય મહીં અશ્રુ ભરી ગઇ,
પાણીને આગ આગને પાણી કરી ગઇ. પાણીને આગ આગને પાણી કરી ગઇ.
નિરદય નિરાશા જિંદગીભર જીવતી રહી, કેમે ટળ્યું ના વિદ્વતાનું વાંઝિયાપણું !
આશા બિચારી જન્મી ન જન્મી મરી ગઇ. આશા બિચારી જન્મી ન જન્મી મરી ગઇ.
એ ભૂમિકા યે આવી ગઇ પ્રેમપંથમાં ! આંખોના તબીબે ય લખ્યું કાવ્ય આ રીતે :
નજરો બળી ગઇ અને આંખો ઠરી ગઇ. ‘નજરો બળી ગઇ અને આંખો ઠરી ગઇ’.
ચક્કરના હાથે ભાગ્યનું ચક્કર ફરી ગયું ! વર્તન મહીં ય આખરે નારી પ્રગટ થઇ,
આવ્યો કિનારો પાસ તો નૌકા ફરી ગઇ. આવ્યો કિનારો પાસ તો નૌકા ફરી ગઇ.
કાબૂમાં છેવટે ન રહ્યો રથ હ્રદય તણો, કાબૂમાં છેવટે ન રહ્યો રથ હ્રદય તણો,
ક્યારે ન જાણે હાથથી રશ્મિ સરી ગઇ. રસ્તો જડી ગયો તો દિશાઓ ફરી ગઇ !
એ દોસ્તી ભલા શું હતી, દુશ્મની હતી ! એણે હ્રદયપ્રવેશ દીધો બેઉને, પછી –
બે દોસ્ત જેવા દોસ્તને દુશ્મન કરી ગઇ. બે દોસ્ત જેવા દોસ્તને દુશ્મન કરી ગઇ.
‘ઘાયલ’ ન ઓળખી શકી મારી નજર મને, જેનો હિસાબ આજ બુઢાપ ન દઇ શકે,
કંઇ એવો પાયમાલ જવાની કરી ગઇ. કંઇ એવો પાયમાલ જવાની કરી ગઇ.
Entry filed under: ગઝલ.
1.
NINAD ADHYARU | માર્ચ 15, 2007 પર 8:36 એ એમ (am)
pujya amrut ghayal ane emni gazal baraabar chhe pan PRATIKRUTI ‘AMEEZARNU’ ma na maja aave. EK NIKHAALAS ANE TATASTH PRATIBHAAV. ghaayalkaka mara gazal lakhava mate na mukhya prerna strot chhe.PRATIKRUTIMA MOOL GAZAL NI PATHAARI FARI JAAY CHHE.
2.
NINAD ADHYARU | માર્ચ 15, 2007 પર 9:13 એ એમ (am)
tajmahaal a taajmahaal chhe,eni pratikruti taajmahaal kyarey na bani shake.
3.
વિવેક | માર્ચ 15, 2007 પર 7:01 પી એમ(pm)
એક પ્રયોગ તરીકે પ્રતિકૃતિને હું આવકારું છું… નિનાદભાઈની લાગણીને પણ સન્માનું છું… પણ અહીં આ પ્રતિકૃતિ એ ગઝલ સ્વરૂપે છે કે હઝલ સ્વરૂપે એ સ્પષ્ટ નથી થતું… કોઈક શેર ગંભીર પ્રકૃતિના છે તો કોઈક એકદમ હઝલકક્ષાના છે… એટલે સરવાળે આ પ્રતિકૃતિમાં કોઈ પ્રકારનું કાવ્ય સિદ્ધ થતું મને જણાતું નથી… ખેર! આ મારૂં મંતવ્ય છે…
4.
Bharti | જૂન 21, 2007 પર 12:23 એ એમ (am)
very nice…
5. લયસ્તરો » લાઘવ ક્યાંય નથી કવનમાં - નિર્મિશ ઠાકર | ડિસેમ્બર 26, 2007 પર 12:49 એ એમ (am)
[…] એક સરસ પ્રતિકાવ્ય, મૂળ કાવ્યની લોકપ્રિયતાનો આધાર લઈને, એને અલગ સ્વરૂપમાં રજૂ કરીને હાસ્ય નીપજાવે છે. નિર્મિશ ઠાકરને આ કળા સારી રીતે હસ્તગત છે. અહીં આ ગીતમાં અતિ-સંકુલ કવિતાઓ લખતા કવિઓ પર સરસ કટાક્ષ કર્યો છે. સાથે મૂળ ગીતનું સ્વરૂપ પૂરેપૂરું જાળવી રાખ્યું છે. પ્રતિકાવ્ય મૂળ કૃતિની હાંસી ઉડાવે છે એવું ઘણા લોકો માને છે જે ખોટું છે. બલ્કે પ્રતિકાવ્ય તો મૂળ કૃતિની લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે. નિર્મિશભાઈના જ બીજા બે પ્રતિકાવ્યો પણ આ સાથે જોવા જેવા છે – તે પંથીની અને રસ્તો જડી ગયો. […]
6. FunNgyan.com » કાવ્ય, પ્રતિકાવ્ય અને ઉઠાંતરીનો આક્ષેપ | ઓગસ્ટ 3, 2009 પર 5:22 પી એમ(pm)
[…] ૪. દુનિયા ફરી ગઇ – અમૃત ઘાયલની પ્રતિકૃતિ રસ્તો જડી ગયો, તો – નિર્મિશ ઠાકર […]