કઇ રીતે ? – આહમદ મકરાણી.
માર્ચ 15, 2007 at 9:23 પી એમ(pm) 7 comments
હે સનમ, તારી ગલીમાં આવું કઇ રીતે ?
જ્યાં નથી તારા કદમ ત્યાં જાવું કઇ રીતે ?
ઝાડ-પાને કૃષ્ણ બેઠા વાંસળી બની ;
એ નદીમાં ગોપીઓએ ન્હાવું કઇ રીતે ?
બોધ માનવતા તણો સૌને ગમે અહીં ;
એ જ મુશ્કેલી કે માનવ થાવું કઇ રીતે ?
પ્રશ્ન કાયમ જિંદગી વિષે અફર રહ્યો ;
‘ચીતરેલું ફળ મળ્યું છે’ – ખાવું કઇ રીતે ?
દિલ સતત ઘડક્યા કરે કાં ઇંતજારમાં ?
એ નહીં આવે હવે સમજાવું કઇ રીતે ?
Entry filed under: ગઝલ.
1.
ninad adhyaru RAJKOT | માર્ચ 15, 2007 પર 10:01 પી એમ(pm)
CHITARELU FAL MALYU CHHE,khaavu kai rite ?
jindagi vishe ni ek jordaar prasnarthpurvak ni sachot vyakhya !
2.
ધવલ | માર્ચ 16, 2007 પર 9:32 એ એમ (am)
પ્રશ્ન કાયમ જિંદગી વિષે અફર રહ્યો ;
‘ચીતરેલું ફળ મળ્યું છે’ – ખાવું કઇ રીતે ?
– સરસ !
3.
સુરેશ જાની | માર્ચ 16, 2007 પર 7:15 પી એમ(pm)
કવિ પરિચય –
http://sureshbjani.wordpress.com/2007/03/06/ahmad_makrani/
4.
nilam doshi | માર્ચ 16, 2007 પર 10:33 પી એમ(pm)
સરસ.
અમિત,તારુ દિલ કોઇના ઇન્તજારમાં ધડકતુ નથી ને?
5.
હરીશ દવે | માર્ચ 17, 2007 પર 9:08 પી એમ(pm)
સૂફી દ્રષ્ટિથી જુઓ તો યે સરસ! …
જ્યાં નથી તારા કદમ જાવું કઈ રીતે?
……………………………………….. હરીશ દવે અમદાવાદ
6.
chetu | માર્ચ 19, 2007 પર 3:08 પી એમ(pm)
એ નહી આવે તોયે એનો ઇન્તેઝાર ,એ શું છે એને સમજાવુ કઇ રીતે??..
7.
shivshiva | માર્ચ 21, 2007 પર 5:16 પી એમ(pm)
આજા આજા ઈંતઝાર તેરા
આવું કાંઈ ગાઈ કાઢને ભઈલા