રેત પર કોને – મનોજ ખંડેરિયા.
માર્ચ 18, 2007 at 9:09 પી એમ(pm) 8 comments
લખવું છે નામ રેત પર કોને,
છે વફાદાર જળ-લહેર કોને.
કોણ કોને છળે, ખબર કોને,
રહગુજર કોને, રાહબર કોને.
કોઇ સામે નથી, કશું જ નથી,
તો ય તાકે છે નિત નજર કોને.
મ્હેકતી આંખ, મ્હેકતાં દૃશ્યો,
કોણ કરવાનું તરબતર કોને.
હું જ છું એક જે ગમું એને,
બાકી ભેટે છે પાનખર કોને.
મોતી નીકળ્યા કરે છે આંખોથી,
સ્વપ્નમાં આવ્યું માનસર કોને.
જાણું છું શ્વાસની દગાબાઝી,
છે ભરોસો હવા ઉપર કોને.
સર્વને આવકારે સમ-ભાવે,
ના કહે છે કદી કબર કોને.
બે ઘડી આ ગઝલ ગમી તો બસ,
દોસ્ત અહીં થાવું છે અમર કોને.
Entry filed under: કવિતા.
1.
વિવેક | માર્ચ 19, 2007 પર 11:26 એ એમ (am)
સુંદર ગઝલ…
બે ઘડી આ ગઝલ ગમી તો બસ,
દોસ્ત અહીં થાવું છે અમર કોને?
-વાહ!
2.
chetu | માર્ચ 19, 2007 પર 3:04 પી એમ(pm)
very nice words..!
3.
વિશ્વદીપ બારડ | માર્ચ 19, 2007 પર 4:51 પી એમ(pm)
લખવું છે નામ રેત પર કોને,
છે વફાદાર જળ-લહેર કોને.
ગઝલ વાંચવાની મજા પડી ગઈ..૨૦૦૪માં ભારતની મુલાકાત દરમ્યાન જુનાગઢ ગયેલ અને સ્વ.મનોજભાઈની પત્ની પૂણ્રિમાબેન ને મળવાની અમૂલ્ય તક મળેલ .. મનોજભાઈના સ્મરણૉ તાજા થયેલ..
4.
shivshiva | માર્ચ 21, 2007 પર 5:19 પી એમ(pm)
સુંદર શબ્દો સાથે સુંદર ચિત્ર
5.
sagarika | માર્ચ 22, 2007 પર 10:42 એ એમ (am)
nice gazal, i also like photograf. nice photo
6.
nilam doshi | માર્ચ 22, 2007 પર 8:00 પી એમ(pm)
બે ઘડી આ ગઝલ ગમી તો બસ..ખૂબ સુન્દર
7. રેત પર કોને - મનોજ ખંડેરિયા. « અમીઝરણું… « Yoga Karma | એપ્રિલ 10, 2007 પર 12:12 પી એમ(pm)
[…] રેત પર કોને – મનોજ ખંડેરિયા. « અમીઝરણું… રેત પર કોને – મનોજ ખંડેરિયા. « અમીઝરણું… […]
8.
જાગૃતિ વાલાણી | એપ્રિલ 25, 2007 પર 3:11 પી એમ(pm)
સુંદર ગઝલ સાથે સુંદર ચિત્ર